Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના ફિલ્મ મેકર્સ

ફિલ્મ મેકિંગ એક ખૂબ અઘરું અને ધીરજ માંગી લે તેવું કામ છે .લાંબી અને સતત ચાલતી આ પ્રક્રિયામાં અનેક પરિબળો ભાવ ભજવતા હોયછે. બે થી અઢી કલાકના સમયમાં એક આખી વાર્તાને નખશિખ કચકડે કંડારવી ખુબ ખંત અને ધીરજ માંગી લે તેવું કામ છે.એક ડિરેકટર, રાઈટરના મગજમાં ફિલ્મની વાર્તા સાથે તમામ કલાકારોના ડાયલોગ, તમામના પાત્રો, વેષભૂષા, હાવભાવ, લોકેશન, મુડ બધુજ એક સાથે સતત ચાલતું હોય છે.  ત્યારે આજે ખાસ વાàª
ગુજરાતના ફિલ્મ મેકર્સ
ફિલ્મ મેકિંગ એક ખૂબ અઘરું અને ધીરજ માંગી લે તેવું કામ છે .લાંબી અને સતત ચાલતી આ પ્રક્રિયામાં અનેક પરિબળો ભાવ ભજવતા હોયછે. બે થી અઢી કલાકના સમયમાં એક આખી વાર્તાને નખશિખ કચકડે કંડારવી ખુબ ખંત અને ધીરજ માંગી લે તેવું કામ છે.
એક ડિરેકટર, રાઈટરના મગજમાં ફિલ્મની વાર્તા સાથે તમામ કલાકારોના ડાયલોગ, તમામના પાત્રો, વેષભૂષા, હાવભાવ, લોકેશન, મુડ બધુજ એક સાથે સતત ચાલતું હોય છે.  ત્યારે આજે ખાસ વાત કરીએ ગુજરાતી સિને જગતના સફળ અને સક્રિય ફિલ્મ મેકર્સની.  
અભિષેક જૈન 
છેલ્લા દાયકામાં ગુજરાતી ફિલ્મો  અર્બન ગુજરાતી સિનેમાના નવા વાઘા હેઠળ ફરી એકવાર ગુજરાતી સિનેજગતમાં કાઠું કાઢી રહ્યું છે.ત્યારે ગુજરાતી સિનેજગતના આ યુગની વાતમાં ડિરેક્ટર અભિષેક જૈનનું નામ લેવું જ પડે. 2012માં કેવી રીતે જઈશ? ફિલ્મથી આડકતરી રીતે અર્બન સિનેમાની શરુઆત થઈ. આ ફિલ્મમાં દિવ્યાંગ ઠક્કર મુખ્ય ભૂમિકામાં હતા. એ જ દિવ્યાંગ જેણે હાલમાં યશરાજ ફિલ્મની રણવિર સિંહ અને બમન ઈરાની જેવા ધુરંધરો સાથે એક રાઈટર તરીકે જયેશભાઈ જોરદાર જેવી સફળ આપી. અભિષેકની ત્યાર બાદ દિવ્યાંગ અને પ્રતિક ગાંધી સ્ટારર બે યાર થોડી ચર્ચામાં રહી પરંતુ હાલમાં જ અભિષેકે હમ દો હમારે દો પરેશ રાવલ, રત્ના પાઠક, રાજકુમાર અને ક્રિતી સેનન સાથે હિન્દી ફિલ્મમાં પણ હાથ અજમાવી જોયો પણ દેખીતી રીતે ફિલ્મ કંઈ ઉકાળી શકી નહીં. હાલ અભિષેક ઓહો ઓટીટી પ્લેટફોર્મ સાથે સક્રિય થઈ પ્રતિક ગાંધી સાથે વિઠ્ઠલતીડી જેવી વેબ સિરીઝ સાથે પણ આવ્યા પણ સોશ્યલ મીડિયા પર તમામ ભાષામાં  ઉપલબ્ઘ અઢળક કંટેન્ટ સામે ઓહો હાંફી ગયું હોય એવું લાગે છે. 
કૃષ્નદેવ યાજ્ઞિક 
ગુજરાતી દિગ્દર્શકોમાં બીજું મહત્વપુર્ણ નામ એટલે કૃષ્ણદેવ યાજ્ઞિક. 2015માં છેલ્લો દિવસ સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં ડંકો વગાડી દીધો. સાથે જ ગુજરાતી ફિલ્મોની બોક્સઓફિસ પર આશરે 18 કરોડની ગ્રોસ સાથે ટંકશાળ પાડી દીધી. 1998 માં આવેલી દેશ રે જોયા દાદા પરદેશ જેવી બોક્સ ઓફિસની સુપરડુપર ફિલ્મ બાદ ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમાં 18 વર્ષોના લાંબા સમયગાળા બાદ કોઈ ફિલ્મે લોક જીભે આટલી ચર્ચા જગાવી હતી. આઠ કોલેજના મિત્રો, કોમેડી તડકો ધરાવતી આ ફિલ્મ યુવા જગતમાં ખુબ વખાણાઈ અને ગુજરાતી યુવાનોને પણ ફરી ગુજરાતી ફિલ્મ જોતા કરનારી ફિલ્મ સાબીત થઈ.સાથે આ ફિલ્મથી ગુજરાતી સીને જગતને એક સાથે ઘણા બધા નવા યુવા કલાકારો મળ્યા. સાથે ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મઉદ્યોગને 18 વર્ષે મલ્હાર ઠાકર નામનો સુપરસ્ટાર  મળ્યો. ત્યારબાદ પણ કેડીની  કરસનદાસ પે એન્ડ યુઝ,શું થયું? વાંઢા વિલાસ જેવી ફિલ્મો પણ આવી.ક્રિષ્નદેવ યાજ્ઞિકે છેલ્લો દિવસની સફળતાને એનકેશ કરવા ડેયસ ઓફ તફરીના નામે હિંદી રિમેક પણ બનાવી પણ ફિલ્મ પીટાઈ ગઈ. જો કે હવે લાંબા સમયગાળા બાદ નાડીદોષ અને રાડો જેવી ફિલ્મો ટુંક સમયમાં રિલીઝ થનાર છે. જે હાલ ઘણી ચર્ચામાં છે.
ધ્વનિ ગૌતમ 
આવા જ અન્ય પ્રતિભાવાન ડિરેક્ટર એવા ધ્વનિ ગૌતમનું નામ લેવું જ પડે કે જેમણે બેક ટુ બેક 6 ફિલ્મો આપી છે. ગુજરાત રાજ્ય અને દેશના સીમાડા પાર જે લાર્જર ધેન લાઈફ સ્ટોરી ટેલીંગ માટે જાણીતા છે એવા ધ્વનિ જાણે સ્લોલી બટ સ્ટેડી આગળ વધતા વધતા ફિલ્મ મેકીંગ સાથે પોતાના પર્સનલ શોઝ હોય કે મ્યુઝિક આલ્બમ  સતત ચર્ચામાં રહેવા માટે જાણીતા છે. બહુ ઓછા લોકોને જાણ હશે મીસ્ટર Dથી જાણીતા ધ્વનિ ખુબ સારા કલાકાર પણ છે અને 2014 ધ ડોન નામની ફુલ ફલેજ હિંદી ફિલ્મમાં અદાકારી સાથે સાથે પોતાની તેમજ અન્ય કુલ 10 ફિલ્મોમાં ઘણા નાના-મોટા રોલ ભજવી ચુક્યા છે. કોરોનાકાળમાં ઘણા પ્રોજેક્ટ સફર થયા અથવા અટકી પડ્યા છે એમાનો જ એક મચઅવેઈટેડ પ્રોજેક્ટ એટલે કેસરીયા. જોકે આગામી સમયમાં આ પ્રોજેક્ટનું વિદેશનું શુટીંગ રિસિડ્યુલ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ધ્વનિની ડ્રીમફિલ્મ હીરનું શુટીંગ પુર્ણ થયું છે એન્ડ પોસ્ટ પ્રોડકશન ચાલું છે. સાથે જ ધ્વનિ લવ અતરંગી અને ક્યુપીડ જેવી ફિલ્મો પણ એનાઉન્સ કરી ચુક્યા છે.  
વિપુલ મહેતા 
ગુજરાતી ઈતિહાસમાં સૌથી વધુ 60 કરોડ જેટલો ગ્રોસ બીઝનેસ કરનારી ફિલ્મ એટલે કોકોનટ પ્રોડક્શનની વિપુલ મહેતા દિગ્દર્શીત ફિલ્મ ચાલ જીવી લઈએ. જે તમામ રીતે આવનારી તમામ ફિલ્મો માટે એક લેન્ડમાર્ક સાબિત થઈ છે. ગુજ્જુભાઈ સિધ્ધાર્થ રાંદેરીયા, બબલી ગર્લ આરોહી પટેલ, યશ સોની જેવા કલાકારો સાથે પહેલીવાર ગુજરાતી ફિલ્મ ગુજરાત બહાર નીકળી રોડટ્રીપ કરતી કરતી ઉત્તરાખંડના સુંદર લોકેશન પર પહોંચી. ફિલ્મની સ્ટોરી સાથે તમામ પાસા સફળ સાબિત થતા ફિલ્મ ગુજરાતી દર્શકો અને નિર્માતા માટે આઈકોનીક સાબિત થઈ. આ ઉપરાંત વિપુલ મહેતાએ કેરી ઓન કેસર ,બેસ્ટ ઓફ લક લાલુ અને છેલ્લે કહેવત લાલ પરિવાર જેવી ફિલ્મો આપી જેને પણ દર્શકોએ ખુબ વખાણી સાથે આ ફિલ્મોએ સારો બીઝનેસ પણ કર્યો.
આ ઉપરાંત મોન્ટુની બિટ્ટુ, 21મું ટીફિન આપનારા વિજયગીરીબાવા . હેલ્લારો ફેઈમ અભિષેક શાહ, લવની ભવાઈ ફેઈમ સંદિપ પટેલ જેવા ડિરેક્ટરોની ગુજરાતી સિનેજગતમાં અનુઠા યોગદાન બદલ ઉલ્લેખ સાથે નામ નોંધવુ જ પડે.પરંતુ ગુજરાતી ફિલ્મ જગતમાં રીપિટ પ્રોડ્યુસર અને ડિરેક્ટરોની સંખ્યા ખૂબ જૂજ અને આંગળીના વેઢે ગણી શકાય એવી છે. સાથે મોટા ભાગની ફિલ્મો માર્કેટીંગ સ્ટેજમાં પહોંચતા સુધીમાં જ હાંફી જાય છે જેને કારણે દર્શકો સુધી ઈન ટાઈમ પહોંચી શકતી નથી. સાથે-સાથે દર્શકોમાં પણ ક્યાંક ને ક્યાંક હિંદી કે અન્યભાષાની ફિલ્મોને કારણે સારી ગુજરાતી ફિલ્મોને લઈને ઘણે અંશે ઉપેક્ષા પણ જોવા મળે છે. ત્યારે આગામી સમયમાં ફિલ્મ મેકર્સ પાસે સારા કન્ટેન્ટની માંગ સાથે અપેક્ષાઓ પણ ખૂબ વધી જાય છે. આ ઉપરાંત ગુજરાતી દર્શકો પણ પોતાની ભાષા, ફિલ્મો અને કલાકારોને પ્રોત્સાહિત કરે એ પણ ખુબ જરુરી બની જાય છે.
ખણખોદ 
હવે જ્યારે ધીરે-ધીરે ગુજરાતી ફિલ્મ ઉધોગ પાટે ચઢી રહ્યો છે ત્યારે એક બાદ એક નાની-મોટી ફિલ્મોના ટ્રેઈલર સામે આવી રહ્યા છે. આગામી સમયમાં નાડીદોષ, રાડો, વિકીડાનો વરઘોડો જેવી મોટી ફિલ્મો સાથે સૈયર મોરી રે ,અડકો-દડકો, હેલો જીંદગી જેવી અલગ-અલગ વિષયવસ્તુ સાથે ફિલ્મોના ટ્રેઇલર સામે આવી રહ્યા છે. 
ગતવર્ષે ગુજરાતી ઈતિહાસમાં કચ્છના રણમાં પહેલો ડેસ્ટીનેશન ફિલ્મ એક્સેલન્સ એવોર્ડ યોજાઈ ગયો. ત્યારે આ  વખતે આ એવોર્ડ રસપ્રદ બની રહેશે. આ ઈવેન્ટના ભાગરુપે જ ફોનબુક ફિલ્મ એકસલેન્સ અવોર્ડ ગુજરાત માટે એક સેલીબ્રીટી મેચ એકા કલબ ટ્રાન્સેડીયામાં યોજાઈ ગઈ. જેમાં ધર્મેશ વ્યાસ, અભિલાષ ઘોડા, આકાશ ઝાલા, રાગી જાની, તુષાર સાધુ, પ્રાપ્તી અજવાળીયા , નિસર્ગ ત્રિવેદી જેવા કલાકારો આ ઈવેન્ટનો ખાસ ભાગ બન્યા.
Advertisement
Tags :
Advertisement

.