Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રથમ T20માં ભારતની 8 વિકેટે શાનદાર જીત મેળવી, સૂર્યકુમાર અને કેએલ રાહુલની ફિફ્ટી

ભારતઅને સાઉથઆફ્રિકા વચ્ચે 3T20મેચની સિરીઝ (series)ની પહેલી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. ત્યારે અર્શદીપ સિંહ(Arshdeep Singh)અને દીપક ચાહર (Deepak Chahar)ની ઘાતક બોલિંગ અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)તથા કેએલ રાહુલ (KLRahul)ની અડધી સદીઓની મદદથી ભારતે અહીં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. પ્રથમ બેટિં
પ્રથમ t20માં ભારતની 8 વિકેટે શાનદાર જીત મેળવી  સૂર્યકુમાર અને કેએલ રાહુલની ફિફ્ટી

ભારતઅને સાઉથઆફ્રિકા વચ્ચે 3T20મેચની સિરીઝ (series)ની પહેલી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. ત્યારે અર્શદીપ સિંહ(Arshdeep Singh)અને દીપક ચાહર (Deepak Chahar)ની ઘાતક બોલિંગ અને સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)તથા કેએલ રાહુલ (KLRahul)ની અડધી સદીઓની મદદથી ભારતે અહીં ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 106 રન બનાવી શકી હતી. જેના જવાબમાં 16.4 ઓવરમાં ભારતે 2 વિકેટે 110 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.

Advertisement

Advertisement

Advertisement

દીપક ચાહર-અર્શદીપનો ઘાતક સ્પેલ
ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાને પ્રથમ ઓવરમાં મોટો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન ટેમ્બા બાવુમા ખાતુ ખોલાવ્યા વગર દીપક ચાહરનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈનિંગની બીજી ઓવરમાં અર્શદીપ સિંહે ત્રણ વિકેટ ઝડપી હતી. અર્શદીપે ડી કોક, રિલી રોસો અને મિલરને આઉટ કર્યાં હતા. ત્રીજી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સને દીપક ચાહરે આઉટ કરીને આફ્રિકાને પાંચમો ઝટકો આપ્યો હતો. આફ્રિકાના ટોપના ચાર બેટર શૂન્ય રને આઉટ થયો હતા.

દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટે 106 રન બનાવ્યા હતા

અર્શદીપ સિંહ (3/32), દીપક ચાહર (2/24) અને હર્ષલ પટેલ (26/3)ની ઘાતક બોલિંગને કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને 20 ઓવરમાં 8 વિકેટે 106 રન પર રોકી દીધું હતું. પ્રોટીઝ ટીમ તરફથી કેશવ મહારાજ (41) અને એડન માર્કરામ (25)એ સૌથી વધુ રન બનાવ્યા હતા.


દક્ષિણ આફ્રિકાના 4 બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા

આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. દીપક ચહર અને અર્શદીપના લહેરાતા બોલનો જવાબ પ્રોટીઝ બેટ્સમેનોની સામે નહોતો. પરિણામે અડધી ટીમ માત્ર 9 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. કેપ્ટન ટેમ્બા બાવુમા (0), ક્વિન્ટન ડી કોક (1), રિલે રોસો (0), ડેવિડ મિલર (0) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (0) જલ્દી પેવેલિયન પરત ફર્યા.


માર્કરમ અને પારનેલે 33 રન ઉમેર્યા હતા

પાવરપ્લેમાં ટીમના સ્કોરને 30/5 સુધી લઈ જવા માટે બીજા છેડે એડન માર્કરામે કેટલાક સારા શોટ્સ રમ્યા હતા. તે જ સમયે, વેઇન પાર્નેલ માર્કરામને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો. દરમિયાન, આઠમી ઓવરમાં માર્કરામ 24 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવીને હર્ષલનો શિકાર બન્યો હતો. માર્કરામ અને પાર્નેલ વચ્ચે 33 બોલમાં 33 રનની ભાગીદારી નોંધાઈ હતી.

Tags :
Advertisement

.