Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર્થિક સંકટ અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા દેશોની મદદ આવ્યું ભારત, શ્રીલંકા બાદ અફઘાનિસ્તાનની કરી મદદ

ભારત હાલમાં આર્થિક સંટક અને ખાદ્ય સંકટ સહિતની વિવિધ સમસ્યાનો સામનો કરી રહેલા દે શોની મદદ કરી રહ્યું છે. અફઘાનિસ્તાન હોય કે શ્રીલંકા હોય કે પછી કોઈપણ અન્ય દેશ હોય. અત્યારે આ તમામ દેશોમાં આર્થિક સંકટ અને ખાદ્ય સંકટના પગલે ભારે મુશ્કેલી ઉભી થઈ છે. ત્યારે ભારત ફરી એકવખત સંકટ મોચક બનીને મદદ કરી રહ્યું છે. ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાન માટે ભારતની સહાયની પાંચમી ખેપ અટારી-àª
03:45 PM Mar 23, 2022 IST | Vipul Pandya

ભારત હાલમાં આર્થિક સંટક અને
ખાદ્ય સંકટ સહિતની વિવિધ સમસ્યાનો સામનો કરી રહેલા દે શોની મદદ કરી રહ્યું છે.
અફઘાનિસ્તાન હોય કે શ્રીલંકા હોય કે પછી કોઈપણ અન્ય દેશ હોય. અત્યારે આ તમામ
દેશોમાં આર્થિક સંકટ અને ખાદ્ય સંકટના પગલે ભારે મુશ્કેલી ઉભી થઈ છે. ત્યારે ભારત
ફરી એકવખત સંકટ મોચક બનીને મદદ કરી રહ્યું છે. ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા
અફઘાનિસ્તાન માટે ભારતની સહાયની પાંચમી ખેપ અટારી-વાઘા બોર્ડરથી રવાના થઈ છે.
2000 મેટ્રિક ટન ઘઉંનો પાંચમો જથ્થો આજે અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યો
હતો. આ સાથે ભારતે તેમને અત્યાર સુધીમાં કુલ
10000 મેટ્રિક ટન ઘઉં મોકલ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ
બાગચીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે લખ્યું છે કે અફઘાનિસ્તાન માટે
10,000 મેટ્રિક ટન ઘઉંની સહાયનું શિપમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
અમારા ભાગીદારોનો આભાર.

javascript:nicTemp();

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની મદદ માટે ભારતે માનવતાના ધોરણે તેને
50 હજાર ટન ઘઉં મોકલવાની જાહેરાત કરી હતી. જેમાંથી 10000 ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની તાલિબાન
સરકારે ભારતની આ મદદનું સ્વાગત કર્યું હતું.
7 ઓક્ટોબર 2021ના રોજ ભારતે માનવતાવાદી સહાય તરીકે
અફઘાનિસ્તાનમાં
50 હજાર ટન ઘઉં, દવાઓ અને તબીબી સાધનો મોકલવાની જાહેરાત કરી હતી. 2,500 ટન ઘઉંનો પહેલો માલ અમૃતસરથી ટ્રક દ્વારા અફઘાનિસ્તાનના નાંગરહાર
પ્રાંતમાં પહોંચ્યો હતો.


તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ત્યાંની સ્થિતિ
ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ત્યાંના લોકો ભૂખમરો અને ખાદ્યપદાર્થોની કટોકટીનો સામનો કરી
રહ્યા છે. અફઘાનિસ્તાનના મોટાભાગના લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આવી સ્થિતિમાં
, ભારત દ્વારા આપવામાં આવી રહેલી આ માનવતાવાદી સહાય અફઘાનિસ્તાન માટે
આશા જગાવે છે.

Tags :
AfghanistanGujaratFirstHelpIndiawheaSriLanka
Next Article