Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

FIFAએ ભારતને આપ્યો મોટો ઝટકો, AIFFને કર્યું સસ્પેન્ડ, મહિલા વર્લ્ડકપની યજમાની પણ છીનવી

વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFA એ સોમવારે અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF)ને સસ્પેન્ડ કરી દીધું છે. FIFA અનુસાર, AIFF એ FIFA નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. તૃતીય પક્ષોના અયોગ્ય પ્રભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. FIFA એ સોમવારે રાત્રે અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) ને àª
fifaએ ભારતને આપ્યો મોટો ઝટકો  aiffને કર્યું સસ્પેન્ડ  મહિલા વર્લ્ડકપની યજમાની પણ છીનવી
વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા FIFA એ સોમવારે અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF)ને સસ્પેન્ડ કરી દીધું છે. FIFA અનુસાર, AIFF એ FIFA નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે. તૃતીય પક્ષોના અયોગ્ય પ્રભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. FIFA એ સોમવારે રાત્રે અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) ને બિનજરૂરી તૃતીય પક્ષના હસ્તક્ષેપને ટાંકીને સસ્પેન્ડ કરી દીધું. આ સાથે ભારતમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન યોજાનાર FIFA અંડર-17 મહિલા વર્લ્ડકપની યજમાની પણ જોખમમાં આવી છે. 
Advertisement

ફિફાએ કહ્યું છે કે, સસ્પેન્શન તાત્કાલિક અસરથી અમલમાં આવશે. FIFA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સસ્પેન્શન ત્યારે જ ઉઠાવવામાં આવશે જ્યારે AIFF એક્ઝિક્યુટિવ કમિટીને બદલવા માટે એડમિનિસ્ટ્રેટર્સની કમિટી બનાવવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, AIFF વહીવટીતંત્રને ફેડરેશનના રોજિંદા કામકાજ પર સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવશે. 

FIFAએ કહ્યું, 'જેનો અર્થ એ છે કે અંડર-17 મહિલા વર્લ્ડકપ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભારતમાં યોજાઈ શકશે નહીં.' તેમણે કહ્યું કે, FIFA ભારતના રમતગમત મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને સકારાત્મક પરિણામ સુધી પહોંચવાની આશા છે. આ મહિનાની શરૂઆતમાં, FIFA એ તૃતીય-પક્ષની દખલગીરી માટે AIFFને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. AIFFની ચૂંટણી કરાવવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશના થોડા દિવસો બાદ આ ચેતવણી આપવામાં આવી છે. AIFFની ચૂંટણી 28 ઓગસ્ટે યોજાવાની છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 17 ઓગસ્ટે સુનાવણી છે.
Advertisement
Tags :
Advertisement

.