ભદોહીમાં દુર્ગા પૂજાના પંડાલમાં ભીષણ આગ, બાળક સહિત 3ના મોત
રવિવારે રાત્રે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ભદોહી (Bhadohi)માં નવરાત્રિ (Navratri)ના દુર્ગા પૂજા (Durga Puja)ના પંડાલમાં ભીષણ આગ (Fire) લાગી હતી. દુર્ગા પૂજા પંડાલમાં લાગેલી આગને કારણે લગભગ 64 લોકો દાઝી ગયા હતા. જ્યારે 1 બાળક સહિત 3ના મોત થયા હતા. ઘાયલોને વારાણસી અને પ્રયાગરાજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.શોર્ટ સર્કિટથી લાગી આગભદોહીના પૂજા પંડાલમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળે છે. પંà
રવિવારે રાત્રે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ભદોહી (Bhadohi)માં નવરાત્રિ (Navratri)ના દુર્ગા પૂજા (Durga Puja)ના પંડાલમાં ભીષણ આગ (Fire) લાગી હતી. દુર્ગા પૂજા પંડાલમાં લાગેલી આગને કારણે લગભગ 64 લોકો દાઝી ગયા હતા. જ્યારે 1 બાળક સહિત 3ના મોત થયા હતા. ઘાયલોને વારાણસી અને પ્રયાગરાજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શોર્ટ સર્કિટથી લાગી આગ
ભદોહીના પૂજા પંડાલમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળે છે. પંડાલમાં આગ લાગી ત્યારે 150 જેટલા લોકો હતા. આગ એટલી ગંભીર હતી કે તેમાં 64 લોકો દાઝી ગયા હતા. આ સિવાય ત્રણ લોકોના મોત પણ થયા છે. 40 ટકાથી વધુ લોકો આગની લપેટમાં આવી ગયા હતા. જેમાં મોટાભાગના લોકો 30 થી 40 ટકા સુધી દાઝી ગયા છે. જ્યારે કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
સીએમ યોગી આદિત્યનાથે પણ આ આગ પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ તેમણે ઘાયલોની સારવાર માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. સીએમઓએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. CMOએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભદોહી જિલ્લાના ઔરાઈમાં દુર્ગા પંડાલમાં આગ લાગવાની ઘટનાની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા છે અને જિલ્લા વહીવટી અધિકારીઓને તેમની યોગ્ય સારવાર માટે નિર્દેશ આપ્યો છે.
Advertisement
ઘાયલોને સારવાર માટે ખસેડાયા
ટ્વિટમાં, CMOએ લખ્યું, મુખ્યમંત્રીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. આ સાથે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે જઈને યુદ્ધના ધોરણે રાહત કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આગની જાણ થતા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા સૂર્યા ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની ઘટનાને પગલે ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી.