Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નાસિકમાં અકસ્માત બાદ બસમાં ભીષણ આગ, 11ના મોત

મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિક (Nashik)માં બનેલી એક દર્દનાક ઘટનામાં બસને નડેલા અકસ્માત બાદ બસમાં ભીષણ આગ (Fire) ફાટી નીકળી છે. આ અકસ્માત નાશિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા નામના સ્થળે થયો હતો. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 1 બાળક સહિત 11 લોકોના મોત થયા છે તથા ઘણા લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. નાસિક પોલીસે (Police) પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટના બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શોક પ્રગટ કરી મૃતકોના પરà
નાસિકમાં અકસ્માત બાદ બસમાં ભીષણ આગ  11ના મોત
મહારાષ્ટ્ર (Maharashtra)ના નાસિક (Nashik)માં બનેલી એક દર્દનાક ઘટનામાં બસને નડેલા અકસ્માત બાદ બસમાં ભીષણ આગ (Fire) ફાટી નીકળી છે. આ અકસ્માત નાશિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા નામના સ્થળે થયો હતો. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 1 બાળક સહિત 11 લોકોના મોત થયા છે તથા ઘણા લોકો દાઝી ગયા હોવાના અહેવાલ છે. નાસિક પોલીસે (Police) પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટના બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ શોક પ્રગટ કરી મૃતકોના પરિવારને 2 લાખની સહાયની જાહેરાત કરી હતી જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિવારને 5 લાખની સહાયની જાહેરાત કરી હતી 
બસ યવતમાલથી મુંબઈ જતી હતી
નાસિક પોલીસે જણાવ્યું છે કે શનિવારે વહેલી સવારે બસમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. જેમાં 1 બાળકનો પણ સમાવેશ થાય છે. મૃતદેહો અને ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અમે હજુ પણ ડૉક્ટરની પુષ્ટિ સાથે મૃત્યુનો ચોક્કસ આંકડો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મળતી માહિતી મુજબ, બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી.
Advertisement

ટ્રેલર સાથે બસ અથડાઇ 
ધુલેથી મુંબઈ જઈ રહેલું ટ્રેલર બસ સાથે અથડાઈ જતાં આ અકસ્માત થયો હતો. જેમાં આઠથી દસ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં ઘાયલોને ફાયર બ્રિગેડ દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સ્લીપર બસમાં લગભગ 30 મુસાફરો હતા. 
બસમાં વિસ્ફોટ થયા બાદ આગ
નાસિક-ઔરંગાબાદ રોડ પર આ અકસ્માત સવારે 4.20 કલાકે થયો હતો. જેમાં ટ્રકનું ડીઝલ ફાટતા આગ ફેલાઈ ગઈ હતી જ્યારે બીજી તરફ બસ અન્ય ફોર વ્હીલરને ટક્કર મારી હતી. થોડી જ વારમાં બસમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી. 
Tags :
Advertisement

.