Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 2 લોકોના દાઝી જવાથી મોત

દેશની રાજધાની દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મંગળવારે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. મળી રહેલી માહિતી અનુસાર, આ આગ પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી હતી, જેમાં 2 લોકોના દાઝી જવાથી મોત થયા છે. જેમની ઓળખના પ્રયાસો ચાલુ છે. આગની માહિતી મળ્યા બાદ 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર થઇ ગયા છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ભીષણ આગમળી રહેલી માહિàª
પ્લાસ્ટિકની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ  2 લોકોના દાઝી જવાથી મોત
Advertisement
દેશની રાજધાની દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મંગળવારે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. મળી રહેલી માહિતી અનુસાર, આ આગ પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી હતી, જેમાં 2 લોકોના દાઝી જવાથી મોત થયા છે. જેમની ઓળખના પ્રયાસો ચાલુ છે. આગની માહિતી મળ્યા બાદ 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર થઇ ગયા છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.
દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ભીષણ આગ
મળી રહેલી માહિતી અનુસાર, દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં ભીષણ આગ લાગી છે. આ દરમિયાન આગની ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તો ત્યાં નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્રચંડ જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોઈને તાત્કાલિક ફાયર વિભાગને આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ સાથે જ આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઘટનાસ્થળે પહોંચીને ફાયર બ્રિગેડની ટીમે તાકીદે આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. હાલમાં ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

ઘાયલોની હાલત ગંભીર
આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા દિલ્હી પોલીસે જણાવ્યું કે, "નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ફૂટબીર કંપનીમાં સવારે આગ લાગી હતી. આ આગમાં ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તમામની હાલત ગંભીર સ્થિર છે. અને 2 લોકોના મોત થયા છે, જેમની ઓળખ થઈ નથી."
અરાજકતા સર્જાઈ
આગની ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો જીવ બચાવવા ઈમારતની બહાર દોડી આવ્યા હતા પરંતુ આગ એટલી ગંભીર હતી કે કેટલાક લોકો દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે ફેક્ટરીમાં મંગળવારે સવારે 9.35 વાગ્યે આગની જાણ થઈ હતી.
Advertisement

આગ કેવી રીતે લાગી
મહત્વનું છે કે, દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં કેવી રીતે ભીષણ આગ લાગી, અત્યારે તેના વિશે કંઈ જાણી શકાયું નથી, આગ લાગવાનું કારણ શું છે. આ સિવાય આ આગ દુર્ઘટનામાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
Advertisement
Tags :
Advertisement

.

×