Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહિલા કોન્સ્ટેબલે વિદ્યાર્થી બનીને કોલેજમાં વિતાવ્યા 5 મહિના, પાર પાડયું અન્ડર કવર મિશન

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં (Indore)પોલીસે નવતર પ્રયોગ કરીને MGM કોલેજના રેગિંગ કેસને ઉકેલ્યો છે. અહીં મહિલા પોલીસ કોન્સ્ટેબલે (lady constable)જુનિયર વિદ્યાર્થી બનીને કોલેજમાં થઈ રહેલ રેગિંગનો (Ragging)પર્દાફાશ કર્યો છે. આ મહિલાએ જે પુરાવા એકત્ર કર્યા તેના માધ્યમથી સીનિયર વિદ્યાર્થીઓ પર કેસ નોંધવામાં આવ્યો છે.શાલિની ચૌહાણને મેડિકલ મોકલી હતીપ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઈન્દોરની મેડિકલ કોલેજમાં થઈ રહ
10:29 AM Dec 13, 2022 IST | Vipul Pandya
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં (Indore)પોલીસે નવતર પ્રયોગ કરીને MGM કોલેજના રેગિંગ કેસને ઉકેલ્યો છે. અહીં મહિલા પોલીસ કોન્સ્ટેબલે (lady constable)જુનિયર વિદ્યાર્થી બનીને કોલેજમાં થઈ રહેલ રેગિંગનો (Ragging)પર્દાફાશ કર્યો છે. આ મહિલાએ જે પુરાવા એકત્ર કર્યા તેના માધ્યમથી સીનિયર વિદ્યાર્થીઓ પર કેસ નોંધવામાં આવ્યો છે.
શાલિની ચૌહાણને મેડિકલ મોકલી હતી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ઈન્દોરની મેડિકલ કોલેજમાં થઈ રહેલા રેગિંગ મામલે ફરિયાદ મળતા પોલીસે ૨૪ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ શાલિની ચૌહાણને મેડિકલની જુનિયર વિદ્યાર્થીની બનાવીને મોકલી હતી. શાલિનીએ આ મામલાની માહિતી આપતા જણાવ્યું કે, પોલીસને પાંચ  મહિના પહેલા રેગિંગની ફરિયાદ મળતા તેને કોલેજ સ્ટુડન્ટ તરીકે મોકલાઈ હતી.
5  મહિનાના સમય દરમિયાન કોલેજમાં મિત્રો બનાવ્યા
શાલિનીએ કોલેજમાં વિતાવેલા સમય વિશે જણાવ્યું કે, તેણે ૫ મહિનાના સમય દરમિયાન કોલેજમાં મિત્રો બનાવ્યા અને કોલેજની કેન્ટીનમાં પોતાનો સમય વિતાવ્યો હતો. તેણે જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ દ્વારા તેને શંકાના આધારે કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ પર નજર રાખવાનું  કહેવામાં આવ્યું હતું. 
પોલીસે 11  વિદ્યાર્થીઓ સામે કેસ નોંધ્યો
શાલિનીએ કેન્ટીનમાં વિતાવેલા સમય દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જોડે વાત કરતા તેને આરોપી સિનિયરોના રેગિંગ વિશે ચોક્કસ માહિતી મળી હતી. શાલિનીના રિપોર્ટના આધારે પોલીસે 11  વિદ્યાર્થીઓ સામે કેસ નોંધ્યો છે. આ બાદ 11 વિદ્યાર્થીઓને પોલીસે કસ્ટડીમાં લીઘા હતા. ત્યારબાદ તેમનો જામીન પર છુટકારો થયો હતો.
આપણ વાંચો - અમારી સરકાર છે ત્યાં સુધી 1 ઇંચ જમીન ઉપર પણ કોઇ કબ્જો નહીં કરી શકેઃ અમિત શાહ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirstindoreladyconstableMGMMedicalCollegeraggingSanyogitaganjpolicestation
Next Article