ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરેન્દ્રનગર જીલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાવાની ભીતિ

 સુરેન્દ્રનગર જીલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાવાની ભીતિ શિયાળુ પાકનું વાવેતર વધતાં યુરિયા ખાતરની જરૂરિયાતમાં થયો વધારો ખેતીવાડી વિભાગ દ્વારા યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક હોવાનો દાવો સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે સૌથી વધુ શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જીરુ, વરિયાળી, લીલો ચારો, શાકભાજી અને ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે શિય
04:59 AM Dec 19, 2022 IST | Vipul Pandya
  •  સુરેન્દ્રનગર જીલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાવાની ભીતિ
  •  શિયાળુ પાકનું વાવેતર વધતાં યુરિયા ખાતરની જરૂરિયાતમાં થયો વધારો
  •  ખેતીવાડી વિભાગ દ્વારા યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક હોવાનો દાવો 
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે સૌથી વધુ શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જીરુ, વરિયાળી, લીલો ચારો, શાકભાજી અને ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે શિયાળુ પાકમાં ઉત્પાદન માટે ખાતર નાખવું ખૂબ જરૂરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને યુરિયા ખાતર (Fertilizer) મળી રહે તે માટે જિલ્લાના અલગ અલગ 100 થી વધુ ડેપો ઉપર ગુજકોમાસોલ દ્વારા યુરિયા ખાતર ખેડૂતોને પૂરું પાડવામાં આવી રહ્યું છે. જો કે સુરેન્દ્રનગર જીલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાવાની ભીતિ છે. 
રેકોર્ડ બ્રેક શિયાળુ પાકોનું વાવેતર
હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરી નાખવામાં આવ્યું છે. અને પાણીની પુરતી સગવડતા હોવાના કારણે ચાલુ વર્ષે નર્મદાની કેનાલો પણ શરૂ હોવાના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રેકોર્ડ બ્રેક શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ખાતરની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે ખેડૂતો સામાન્ય રીતે ગુજકોમાસોલ દ્વારા યુરિયા ખાતરની ખરીદી કરી અને ખાતરની જરૂરિયાત સંતોષતા હોય છે. 
ખાતરની જિલ્લામાં અછત સર્જાઇ
 ચાલુ વર્ષે ખાતરની જિલ્લામાં અછત સર્જાઇ હોવાનું ખેડૂતો જણાઈ રહ્યા છે. ખાતરના ખાનગી ડેપોને વધુ પ્રાધાન્યતા આપવામાં આવતી હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા ખાતરની અછત છે. ત્યારે વઢવાણ, મુળી, ધાંગધ્રા સહિતના ગામોમાં આવેલા યુરિયા ખાતરના ડેપોમાં ખાતરનો અપૂરતો જથ્થો ખેડુતોને ફાળવવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ગુજકોમાસોલ ડેપોમાં જ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ત્યારે ગુજકોમાસોલ ડેપોના અધ્યક્ષ દિલીપ સંઘાણીને જિલ્લાના કોંઢ સહિતના ગામોના ખેડૂતોએ લેખિતમાં રજુઆત કરી છે. અને સુરેન્દ્રનગર જિલ્લાના જે ડેપો આવેલા છે,ત્યાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરની ઉપલબ્ધિ કરાવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. ખાસ કરીને ધ્રાંગધ્રાના ગ્રામીણ વિસ્તારોમાં અને મૂળી પંથકના અને વઢવાણ પંથકના ગામડાઓમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. આ મામલે ખેડૂતો દ્વારા તંત્રને પણ રજૂઆત કરવાની વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. 

 યુરિયા ખાતરની માગ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક શિયાળુ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા સારા ઉત્પાદનની આશા સાથે શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ વાતાવરણ પણ જિલ્લામાં સારું છે, અને શિયાળુ પાક સારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને શિયાળુ પાકોને યુરિયા ખાતરની જરૂરિયાત વધુ ઉદભવતી હોય છે. ત્યારે જીરું, ઘઉં અને વરિયાળી જેવા પાકોને સતત યુરિયા ખાતર છંટકાવની જરૂરિયાત ઉદભવતી હોય છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર જિલ્લામાં મળી રહે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ખેડૂત આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે.
ખાતરની તંગી નથી
સુરેન્દ્રનગર નાયબ ખેતી નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં યુરિયા રાસાયણિક ખાતરની સપ્લાય રેંક તેમજ રોડ મારફત ચાલુ છે. જે અંતર્ગત ચાલુ ડિસેમ્બર માસમાં રવિ સીઝન માટે અંદાજીત 5480 મે.ટન યુરિયાની સપ્લાય થયેલો છે. આ ઉપરાંત જિલ્લામાં તમામ તાલુકાના જુદા-જુદા વિક્રેતાઓ પાસે અંદાજિત 4695 મે.ટન જેટલો યુરિયા ખાતરનો સ્ટોક પડેલો છે, તેમજ 500 મે.ટન બફર સ્ટોરેજમાં પણ ઉપલબ્ધ છે. જેથી યુરીયા ખાતરની જિલ્લામાં કોઈ તંગી કે અછત નથી. આથી જિલ્લાના ખેડુતોએ રાસાયણિક ખાતરની તંગી થશે, તેમ સમજીને બિનજરૂરી સંગ્રહ / ખરીદી કરવી નહીં તેમજ જરૂરિયાત મુજબનું જ રાસાયણિક ખાતર ખરીદવું અને વિશેષમાં રાસાણિક ખાતર સંબંધિત કોઈ પણ રજૂઆત હોય તો નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ખેડુત તાલીમ કેન્દ્ર સુરેન્દ્રનગરનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો--' હું ધારાસભ્ય તરીકે શપથ લઉં છું કે....' આજે ગુજરાતના ધારાસભ્યો લેશે શપથ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
fertilizerGujaratFirstShortageSurendranagar
Next Article