ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

છોકરાની આંખ અને નાકમાં ફેવીક્વિક લગાવી, મોઢામાં ટેપ લગાવીને મોતને ઘાટ ઉતારી દીધો

આજના સમયમાં બાળકોથી લઇને યુવા વર્ગમાં એક ખાસ ગેમ (PUBG) ખૂબ જ લોકપ્રિય છે. આ ગેમ રમતા લોકો તમને આસાનીથી જોવા મળી જશે. આજકાલ બાળકોમાં ભણવાની  ઉમરે  ગેમ  રમવાનું પ્રમાણ વધુ  જોવા મળી રહ્યું છે. આ ગેમનો  એટલો બધો ક્રેઝ છે કે તાજેતરમાં આ PUBG ગેમ રમવાની ના પડતાં બાળકે તેની  માતાને મારી નાખી હતી. ત્યારે  એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ટ્યુશન ટીચરે બાળકના નાક, આંખ અને મોંમાં ફેવીક્વિક નાંખીનà«
09:07 AM Jul 09, 2022 IST | Vipul Pandya
આજના સમયમાં બાળકોથી લઇને યુવા વર્ગમાં એક ખાસ ગેમ (PUBG) ખૂબ જ લોકપ્રિય છે. આ ગેમ રમતા લોકો તમને આસાનીથી જોવા મળી જશે. આજકાલ બાળકોમાં ભણવાની  ઉમરે  ગેમ  રમવાનું પ્રમાણ વધુ  જોવા મળી રહ્યું છે. આ ગેમનો  એટલો બધો ક્રેઝ છે કે તાજેતરમાં આ PUBG ગેમ રમવાની ના પડતાં બાળકે તેની  માતાને મારી નાખી હતી. ત્યારે  એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ટ્યુશન ટીચરે બાળકના નાક, આંખ અને મોંમાં ફેવીક્વિક નાંખીને  હત્યા કરી છે.
આ ગેમ એટલી  ખતરનાક છે તેનો અંદાજો એ વાત પરથી પણ લગાવી શકાય છે કે જે લોકો આ ગેમ રમે છે તેને સમયનું પણ ભાન રહેતું નથી. ઘણીવાર લોકો મોડી રાત સુધી આ ગેમ રમતા રહે છે. મહત્વનું છે કે, ઓનલાઈન ગેમિંગ આજે તેની ચરમસીમા પર છે અને જ્યારથી PUBG એ તેમાં પગ મૂક્યો છે ત્યારથી જ ગેમિંગ પ્રત્યે યુઝર્સની રુચિ ઘણી વધી ગઈ છે. ગેમિંગમાંથી ઘણા લોકો તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે અને ઘણા લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે .
ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક બાળકની ઘાતકી હત્યાનો કેસ સામે આવ્યો છે. આ કેસ લાર પોલીસ સ્ટેશન વિસ્તારના હરખૌલી ગામનો છે. જેમાં આરોપીએ બાળકના નાક, આંખ અને મોંમાં ફેવીક્વિક નાંખીને  હાથ-પગ બાંધી દીધા હતા અને તેના મોં પર ટેપ લગાવી દેવામાં આવી હતી જેથી બાળકનો અવાજ ન આવે. જોકે બાળકની લાશ ગામમાં જ એક ઘરના શૌચાલયમાંથી મળી આવી હતી. 
મળતી માહિતી મુજબ હરખૌલી ગામના રહેવાસી ગોરખનો પુત્ર સંસ્કાર ગામના જ નરસિંહ વિશ્વકર્માના ઘરે ટ્યુશન ભણવા ગયો હતો. જયાંથી જ તે ઘરે પરત ફર્યો નથી. પરિવારજનોએ બાળકની શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. રાત્રીના સમયે ગામ પાસેના તળાવના કિનારે બાળકની ચોપડીઓ વેરવિખેર હાલતમાં મળી આવી હતી. જેમાં  એક પેજ પર પાંચ લાખ રૂપિયાની ખંડણીની માગ કરવામાં  આવી હતી. શિક્ષકના ઘરના ટોયલેટમાંથી માસૂમ વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. 
 જોકે  આ હત્યા  કેસમાં આપણને  બે વળાંક જોવા મળી રહી રહ્યા  જેમાં  અમુક એવું કહી રહ્યા છે કે  બાળકની હત્યા  શિક્ષકે  જ કરી  છે તો એવું પણ જાણવા  મળું રહ્યું છે કે  બાળકની હત્યા શિક્ષકના પૌત્ર અરુણ વિશ્વકર્માએ કરી હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે અરુણ PUBG ગેમનો શોખીન હતો અને તેના પર ખૂબ જ દેવું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અરુણ ઓનલાઈન ગેમ રમતો હતો અને દેવું કરતો હતો. થોડા દિવસ પહેલા તેણે નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીઓ સાથે વધુ બે લોકોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. એસપીએ કહ્યું કે આ મામલે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ  પણ  વાંચો ;PUBG ગેમ રમવાની ના પાડતા દીકરાએ જ માતાનું કરી દીધું મર્ડર
આ  પણ  વાંચો:પેરેન્ટિંગની વ્યાખ્યા બદલવાનો સમય આવી ગયો છે?
Tags :
BathroomDemandedRansomOf5LakhsDeoriaGujaratFirstHarkhauliVillage
Next Article