Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં પ્રેમલગ્ન કરનાર દિકરીને પરત બોલાવી પિતાએ બીજે ઠેકાણે લગ્ન કરાવી દીધા, પ્રથમ પતિએ નોંધાવી FIR

વાત છે વર્ષ 2017ની તે વખતે મહારાષ્ટ્રમાં રહેતા યુવકને તેના જ સમાજની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.અને ત્યાર બાદ બંનેએ પોતાની મરજીથી મહારાષ્ટ્રમાં કોર્ટ લગ્ન પણ કરી લીધા હતા. જોકે ત્યાર બાદ યુવતીના પિતાએ તેણી ને વિશ્વાસમાં લઈ રિસેપ્શન સાથે ધામધૂમથી ફરી લગ્ન કરી વિદાય આપવાનું કહ્યું અને યુવતીને સુરત પરત બોલાવી લીધી હતી.સુરત પરત બોલાવ્યા બાદ તેણીને પરત ન જવા દઇ ગઇકાલે અન્ય જગ્યાએ તà«
સુરતમાં પ્રેમલગ્ન કરનાર દિકરીને પરત બોલાવી પિતાએ બીજે ઠેકાણે લગ્ન કરાવી દીધા  પ્રથમ પતિએ નોંધાવી fir
વાત છે વર્ષ 2017ની તે વખતે મહારાષ્ટ્રમાં રહેતા યુવકને તેના જ સમાજની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.અને ત્યાર બાદ બંનેએ પોતાની મરજીથી મહારાષ્ટ્રમાં કોર્ટ લગ્ન પણ કરી લીધા હતા. જોકે ત્યાર બાદ યુવતીના પિતાએ તેણી ને વિશ્વાસમાં લઈ રિસેપ્શન સાથે ધામધૂમથી ફરી લગ્ન કરી વિદાય આપવાનું કહ્યું અને યુવતીને સુરત પરત બોલાવી લીધી હતી.સુરત પરત બોલાવ્યા બાદ તેણીને પરત ન જવા દઇ ગઇકાલે અન્ય જગ્યાએ તેના લગ્ન કરાવી દીધા..
ગતરોજ જેની જાણ પહેલા પતિને થતાજ  પહેલા પતિએ તેની પત્ની તથા સાસુ-સસરા સહિત કુલ પાંચ સામે સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે,પહેલા પતિ દ્વારા પત્નીના બીજા લગ્નની આ પ્રથમ FIR સુરત પોલીસ ચોપડે નોંધાઈ છે.સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
                                             પ્રથમ પતિ સાથે લગ્નની તસ્વીર 
મહારાષ્ટ્રની એક કોર્ટમાં રીક્ષાચાલક પ્રેમી સાથે પ્રથમ લગ્ન કર્યા હતા 
આંખી ઘટના પર એક નજર નાખીએ તો મૂળ મહારાષ્ટ્રના ઘાટકોપર કાજુપાડામાં સુભદ્રા નિવાસમાં પહેલા પતિનો પરિવાર રહે છે, ૩૩ વર્ષીય સ્વપ્રિલ તાનાજી સાબલે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.. તેના જ સમાજની રીનલ નરવડે નામની યુવતી સાથે તેને પ્રેમ થઈ ગયો હતો,બન્ને એ પ્રેમનો સ્વીકાર કરી બાદમાં ભાગીને મહારાષ્ટ્રમાં આવેલી કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.કોર્ટમાં લગ્ન કર્યા બાદ રીનલ સ્વપ્રિલ તાનાજી સાથે તેના ઘરે રહેતી હતી. આ દરમિયાન રીનલના પિતાએ પહેલા પતિ સ્વપ્નિલ તાનાજી ને જણાવ્યું હતું કે તેઓ દીકરીને સુરત પરત મોકલી આપે અને ટૂંક સમયમાં રિસેપ્શન યોજી ધામધૂમથી લગ્ન કરીને દીકરીને તેની પાસે પરત મોકલી આપવામાં આવશે.તેની ધામ ધૂમ થી વિદાય કરવામાં આવશે. જેથી તેઓએ દીકરીને સુરત મોકલી આપી હતી. પરંતુ ત્યાર બાદ તેને મુંબઈ પરત આવવા દીધી ન હતી અને તેને અહીં જ રાખી હતી. 
                                          પ્રથમ પતિ સાથે લગ્નની તસ્વીર 
છૂટાછેડા ન થયા હોવા છતા દિકરીને બીજે પરણાવી દીધી 
રીનલના છૂટા છેડા ન થયા હોવા છતાં ઘરના તમામ સભ્યોએ ભેગા મળી ગતરોજ અન્ય ઈસમ સાથે રીનલ ના લગ્ન કરાવી દીધા હતા. લગ્ન થવાના હોવાની જાણ થવાની સાથે જ સ્વપ્રિલ તાનાજી અને તેના પરિવારના સભ્યો સુરત આવી ગયા હતા અને તેઓએ રીનલના પરિવારને જણાવ્યું હતું કે હજુ સુધી તેના છૂટાછેડા થયા નથી. જેથી તેઓ બીજા લગ્ન કરાવી ન શકે જો કે તેમ છતાં તેઓએ તેની વાત ન માની તેઓની સાથે ઝઘડો કરી તેમને કાઢી મુક્યા હતા એટલું જ નહીં પરંતુ ફરીથી અહીં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. આખરે ભોગ બનનાર સ્વપ્રિલ તાનાજીએ રીનલ નાનાજી સાલે, રમેશ વિષ્ણુ નરવી, સુનીતા વિષ્ણુ નરવડે, તેજલ રમેશ નરવર્તે, અનિકેત બોરાડે સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ડીંડોલી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.