સોશિયલ મીડિયા પર આગવી સ્ટાઇલથી સ્ટાર બનેલા કિલી પોલ પર જીવલેણ હુમલો
સોશિયલ મીડિયાના જમાનામાં એક યા બીજાની પ્રતિભા સામે આવતી રહે છે. એ જ રીતે, કિલી પોલ પણ તેના ડાન્સિંગ વીડિયોના કારણે વિશ્વભરમાં જાણીતી છે.કિલીના ટેલેન્ટથી સામાન્ય લોકો જ નહીં પરંતુ પીએમ મોદી પણ પ્રભાવિત થયા છે. જો કે હવે સોશિયલ મીડિયા સ્ટાર કિલી પોલ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલ મુજબ, તાંઝાનિયા સ્થિત કિઇલી પોલ પર કેટલાક અજાણ્યા લોકોએ છરી વડે હુમલો કરીને તેને
07:35 AM May 02, 2022 IST
|
Vipul Pandya
સોશિયલ મીડિયાના જમાનામાં એક યા બીજાની પ્રતિભા સામે આવતી રહે છે. એ જ રીતે, કિલી પોલ પણ તેના ડાન્સિંગ વીડિયોના કારણે વિશ્વભરમાં જાણીતી છે.
કિલીના ટેલેન્ટથી સામાન્ય લોકો જ નહીં પરંતુ પીએમ મોદી પણ પ્રભાવિત થયા છે. જો કે હવે સોશિયલ મીડિયા સ્ટાર કિલી પોલ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતા અહેવાલ મુજબ, તાંઝાનિયા સ્થિત કિઇલી પોલ પર કેટલાક અજાણ્યા લોકોએ છરી વડે હુમલો કરીને તેને ઘાયલ કર્યો હતો. કિલી પોલે પોતે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે આ માહિતી શેર કરી છે.
સોશિયલ મીડિયા સ્ટાર પર ચાકુથી હુમલો
ક્લી પોલ તેના ડાન્સિંગ વીડિયોના કારણે વિશ્વભરમાં ઓળખ બની છે. કિલીના ટેલેન્ટથી માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ પીએમ મોદી પણ પ્રભાવિત થયા છે. તેથી જ તેનો ઉલ્લેખ તેમણે મન કી બાત રેડિયો કાર્યક્રમમાં કર્યો હતો. કિલી પૉલ ફક્ત તેની લોકપ્રિયતાના કારણે તેની છબી ફરડવા આ હુમલો થયો હોય તેવું તેનું માનવું છે.
એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ હિચકારી ઘટનાનું વર્ણન કરતાં કિલીએ લખ્યું, "મારા પર 5 લોકોએ હુમલો કર્યો હતો અને હુમલાખોરોએ મને લાકડીઓથી પણ માર માર્યો હતો. એલોકોએ કાઈલી પોલને એટલો માર્યો કે તેને પાંચ ટાંકા પણ આવ્યા. કિલી કહે છે કે સ્વ બચાવમાં બે લોકોને માર મારીને મારી જાતને બચાવી શકી હતી. એક બીજી સ્ટોરી શેર કરતા કિલીએ લખ્યું છે કે લોકો મને નીચે પાડવા માંગે છે પરંતુ ભગવાન હંમેશા મને ઊંચો રાખે છે. મારા માટે પ્રાર્થના કરશો. "
જો કે હાલમાં કિલી પોલ સ્વાથ્ય જોખમથી બહાર છે. હાલમાં તેને નાની-મોટી ઈજા થઈ છે. તે ટૂંક સમયમાં તેમાંથી સ્વસ્થ થઈને ટૂંક સમયમાં પરત ફરશે.
Next Article