ભર ઉનાળે ખેડૂતોએ માથે મુક્યા હાથ! સિંચાઈ માટે નથી મળી રહ્યું પૂરતું પાણી
ગુજરાતમાં ઉનાળાની તીવ્રતાએ ખેતી પર ગંભીર અસર પાથરી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહંગા ભાવે બિયારણ ખરીદીને ખેતી શરૂ કરનાર ખેડૂતો હવે પાક બચાવવા માટે પાણી માટે પોકાર કરી રહ્યા છે.
08:58 AM Apr 18, 2025 IST
|
Hardik Shah
ગુજરાતમાં ઉનાળાની તીવ્રતાએ ખેતી પર ગંભીર અસર પાથરી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહંગા ભાવે બિયારણ ખરીદીને ખેતી શરૂ કરનાર ખેડૂતો હવે પાક બચાવવા માટે પાણી માટે પોકાર કરી રહ્યા છે. "ઘાટ કરતા ઘડામણ" કહેવતને સાર્થક કરતી સ્થિતિમાં, પાક સૂકાઈ રહ્યો છે અને ખેડૂતોની ધીરજ તૂટતી જોવા મળી રહી છે. સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતાં ખેડૂતો પરેશાન છે અને પાણીને લઈને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આવામાં જરૂરી છે કે તંત્ર સમયસૂચક અને અસરકારક પગલાં લઈ ખેડૂતને સહારો આપે.