Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીના જંતર મંતર ખાતે યોજાયી ખેડૂતોની મહાપંચાયત

આજે સંયુક્ત ખેડૂત મોરચાના આહ્વાન પર દિલ્હીના જંતર-મંતર પર કિસાન મહાપંચાયતનું આયોજન કરાયુ છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. યુનાઇટેડ કિસાન મોરચા અપોલિટિકલએ 22 ઓગસ્ટે દિલ્હીના જંતર-મંતર ખાતે કિસાન મહાપંચાયતની જાહેરાત કરી છે. જેના પગલે વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે. મળતી માહિતી મુજબ, આ એક દિવસીય કાર્યક્રમ છે, જેનું આયોજન સંપૂર્ણ શાંતિ અને અનુશાસન સા
03:20 AM Aug 22, 2022 IST | Vipul Pandya
આજે સંયુક્ત ખેડૂત મોરચાના આહ્વાન પર દિલ્હીના જંતર-મંતર પર કિસાન મહાપંચાયતનું આયોજન કરાયુ છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. યુનાઇટેડ કિસાન મોરચા અપોલિટિકલએ 22 ઓગસ્ટે દિલ્હીના જંતર-મંતર ખાતે કિસાન મહાપંચાયતની જાહેરાત કરી છે. જેના પગલે વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે. મળતી માહિતી મુજબ, આ એક દિવસીય કાર્યક્રમ છે, જેનું આયોજન સંપૂર્ણ શાંતિ અને અનુશાસન સાથે કરવામાં આવશે. આજે જંતર-મંતર ખાતે ખેડૂતોના વિરોધ પ્રદર્શનના એલાન પહેલા સિંઘુ બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જંતર-મંતર ખાતે સવારે 11 થી 4 વાગ્યા સુધી આ પંચાયતનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પંચાયતના સમાપન પછી, મહામહિમ રાષ્ટ્રપતિને એક મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે. આ માહિતી આપતાં યુનાઇટેડ કિસાન મોરચાએ કહ્યું કે જો સરકાર કોઇપણ પ્રકારની ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેના માટે સરકાર પોતે જ જવાબદાર રહેશે. 
 કિસાન પંચાયત દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવી રહી છે. જેમાં એક મુખ્ય માંગણી છે કે લખીમપુર ખેરી હત્યાકાંડના ખેડૂત પરિવારોને ન્યાય મળવો જોઈએ, જ્યારે જેલમાં બંધ ખેડૂતોને મુક્ત કરવામાં આવે અને હત્યાકાંડના મુખ્ય ગુનેગાર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીની ધરપકડ કરવામાં આવે.
આ સાથે માંગ કરવામાં આવી છે કે સ્વામીનાથન કમિશનના C2 50% ફોર્મ્યુલા મુજબ MSPની ગેરંટી આપવા માટે કાયદો બનાવવામાં આવે અને દેશના તમામ ખેડૂતોને દેવામુક્ત કરવામાં આવે. વીજ બિલ 2022 રદ કરવું જોઈએ. ખેડૂતોની મુખ્ય માંગ છે કે શેરડીના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે અને શેરડીની બાકી રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે. ઉપરાંત ખેડૂતોના આંદોલન દરમિયાન દાખલ થયેલા તમામ કેસ પાછા ખેંચવાની સાથે અગ્નિપથ યોજનાનો મુદ્દો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, કિસાન મહાપંચાયત સોમવારે સવારે 10 વાગ્યાથી જંતર-મંતર પર શરૂ થશે, જેમાં લગભગ 4-5 હજાર લોકો હાજરી આપે તેવી શક્યતા છે. પરિણામે ટોલ્સટોય માર્ગ, સંસદ માર્ગ, જનપથ, વિન્ડસર પ્લેસ, કનોટ પ્લેસ, અશોક રોડ, બાબા ખરક સિંહ માર્ગ, પંડિત પંત માર્ગ સહિત નજીકના ઘણા રસ્તાઓ પર દિવસભર ભીડ રહેવાની શક્યતા છે. આ સાથે સ્થાનિક પોલીસ ઘણી જગ્યાએ બેરિકેડિંગ પણ કરી શકે છે. આથી ટ્રાફિક પોલીસે લોકોને સવારે વધારાનો સમય કાઢીને ઘરની બહાર નીકળવા અને ભીડથી બચવા ખાનગી વાહનોને બદલે મેટ્રોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.

Tags :
DelhifarmerGujaratFirstJantarMantarMahaPanchayat
Next Article