ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જિલ્લાના મોટા ભાગના સહકારી ખરીદ વેચાણ સંઘો પર યુરિયા ખાતર ન હોવાના લાગ્યા પાટિયા

હાલ રવિ સિઝનને લઈ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે પંચમહાલ જીલ્લામાં ખેડૂતોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ગોધરા એપીએમસીના ખાતર ડેપોમાં યુરિયા ખાતર નહિ હોવાના પાટિયા લટકતા જોઈ ખેડૂતો નાણાં અને સમય નો વ્યય કરી ધરમધક્કા ખાઈ રહ્યા છે.જોકે સરદાર યુરિયાના ડેપો મેનેજર એક બે દિવસમાં યુરિયા ખાતર નો જથ્થો આવી જશે એવું હાલ તો જણાવી રહ્યા છે.એક તરફ કમોસમી માવઠાની
05:18 PM Dec 14, 2022 IST | Vipul Pandya
હાલ રવિ સિઝનને લઈ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે પંચમહાલ જીલ્લામાં ખેડૂતોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.ગોધરા એપીએમસીના ખાતર ડેપોમાં યુરિયા ખાતર નહિ હોવાના પાટિયા લટકતા જોઈ ખેડૂતો નાણાં અને સમય નો વ્યય કરી ધરમધક્કા ખાઈ રહ્યા છે.
જોકે સરદાર યુરિયાના ડેપો મેનેજર એક બે દિવસમાં યુરિયા ખાતર નો જથ્થો આવી જશે એવું હાલ તો જણાવી રહ્યા છે.એક તરફ કમોસમી માવઠાની અસર બીજી તરફ જરૂરિયાત સમયે ખાતર નહિ મળતા ખેડૂતોની હાલત કફોડી બની રહી છે અને જગતનો તાત જાણે મજબુર બની રહ્યો છે. ખેડૂતો હાલ તો સરકાર પાસે યુરિયા ખાતરનો જથ્થો સત્વરે ફાળવવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે.
આ પણ વાંચો - દિપક સાળુંકે ના પાકિસ્તાન કનેકશન માં થયા વધુ ચોંકાવનારા ખુલાસા, સોશિયલ મીડિયા થકી થયો સંપર્ક
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FarmersGujaratFirstpanchmahalUreafertilizer
Next Article