Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉનાળુ પાકની તૈયારીમાં લાગ્યા ખેડૂતો, ઉત્તર ગુજરાતમાં 3.77 લાખ હેકટરમાં ઉનાળુ વાવેતરનો અંદાજ

ઉત્તર ગુજરાતમાં  મોટાભાગે લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ખેડૂતો સિઝન પ્રમાણે પાકનું વાવેતર સમયસર કરવા પણ ટેવાયેલા છે. શિયાળુ પાકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે પરંતુ ખેડૂતો નુકસાનીનો માર સહન કરીને હવે ઉનાળુ પાકની તૈયારીમાં લાગી ગયા છે. ઉત્તર ગુજરાતમાં મોટાભાગના શિયાળુ પાકની લણણીનો સમય નજીક આવી ગયો છે ત્યારે ફેબ્રુઆરીના અંત
ઉનાળુ પાકની તૈયારીમાં લાગ્યા ખેડૂતો  ઉત્તર ગુજરાતમાં 3 77 લાખ હેકટરમાં ઉનાળુ વાવેતરનો અંદાજ
ઉત્તર ગુજરાતમાં  મોટાભાગે લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે ખેડૂતો સિઝન પ્રમાણે પાકનું વાવેતર સમયસર કરવા પણ ટેવાયેલા છે. શિયાળુ પાકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે પરંતુ ખેડૂતો નુકસાનીનો માર સહન કરીને હવે ઉનાળુ પાકની તૈયારીમાં લાગી ગયા છે. ઉત્તર ગુજરાતમાં મોટાભાગના શિયાળુ પાકની લણણીનો સમય નજીક આવી ગયો છે ત્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં મોટાભાગની કાપણી પૂર્ણ થઇ જશે ત્યારે ખેડૂતોએ ઉનાળુ વાવેતરની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 
એક અંદાજ મુજબ ઉત્તર ગુજરાતમાં 3.77 લાખ હેક્ટર ઉનાળુ વાવેતર થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.જેમાં સૌથી વધુ 2.82 લાખ હેક્ટર વાવેતર બનાસકાંઠામાં થવાની શક્યતા છે. મહેસાણા જિલ્લાની 41,000, પાટણની 16000, સાબરકાંઠાની 21,800 અને અરવલ્લી જિલ્લાની 16,300 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
ઉનાળુ વાવેતરમાં ઘાસચારાનું વધુ વાવેતર થશે
ઉનાળુ પાકોમાં સૌથી વધુ બાજરી અને ઘાસચારાનું વાવેતર થશે ઉપરાંત મગફળી, શાકભાજી, મકાઈ, મગ, તલ અને અન્ય પાકોનું વાવેતર થશે. એપ્રિલ મહિનામાં અંત સુધીમાં ઉનાળુ સિઝન પૂર્ણ થશે. ઉનાળુ વાવેતર શરૂ થતા માર્ચ મહિનામાં પહેલા સપ્તાહથી કૃષિ વિભાગ વાવેતરના આંકડા લેવાનું પણ શરૂ કરશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.