Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરાધ્યા બચ્ચનનો કવયિત્રી અવતાર જોઈને ચાહકો દંગ થઈ ગયા

બોલિવૂડના સૌથી પ્રખ્યાત પરિવાર અને મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચનની એક ઝલક મેળવવા માટે ફેન્સ ઉત્સુક હોય છે. અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્યા બોલિવૂડની સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે, તે પોતાની ક્યુટનેસને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં જ દેશ ભક્તિ ગીત પર ડાન્સ કરતી આરાધ્યાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેની દેશી સ્ટાઈલ બધાને પસંદ આવી હતી. હવે àª
આરાધ્યા બચ્ચનનો કવયિત્રી અવતાર જોઈને ચાહકો દંગ થઈ ગયા
બોલિવૂડના સૌથી પ્રખ્યાત પરિવાર અને મેગા સ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચનની એક ઝલક મેળવવા માટે ફેન્સ ઉત્સુક હોય છે. અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્યા બોલિવૂડની સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે, તે પોતાની ક્યુટનેસને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. હાલમાં જ દેશ ભક્તિ ગીત પર ડાન્સ કરતી આરાધ્યાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેની દેશી સ્ટાઈલ બધાને પસંદ આવી હતી. હવે તેનો વધુ એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં ઐશ્વર્યાની  લાડકી હિન્દીમાં એક કવિતા સંભળાવતી જોવા મળે છે, જેને જોઈને લોકો તેના વખાણ કરતા થાકતાં નથી. ફેન્સની સાથે તેના પિતા અભિષેકે પણ તેના વીડિયો પર કમેન્ટ કરી છે. આ વીડિયોમાં આરાધ્યાનો કાવ્યાત્મક અવતાર જોઈને લોકો તેને સરાહના કરી રહ્યાં છે.
કવયિત્રી બનીને લોકોને પ્રભાવિત કર્યા
આ વાયરલ વીડિયોમાં આરાધ્યા તેના અદભૂત અવાજમાં કવિતા ગાતી જોવા મળી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ કવિતાઓ શુદ્ધ હિન્દીમાં છે. અન્ય સ્ટાર કિડ્સથી વિપરીત, આરાધ્યા ઘણીવાર આવા પરફોર્મન્સ આપતી જોવા મળે છે. તેનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર એક ફેનપેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
વીડિયો જોયા બાદ પિતાએ પ્રતિક્રિયા આપી
તેના આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. આ ટિપ્પણીઓમાં, એક ટિપ્પણી આરાધ્યા માટે ખૂબ જ ખાસ હતી, જે તેના પિતા અભિષેક બચ્ચને કરી હતી. પોતાની દીકરીની આ કુશળતા જોઈને અભિષેકને તેના માટે આદરની લાગણી થઈ અને તેણે આ વીડિયો પર હાથ જોડીને પ્રતિક્રિયા આપી. તેના વખાણ કરતા એક યુઝરે લખ્યું કે, "આરાધ્યામાં તેના દદાના જીન્સ છે.સુપર ટેલેન્ટેડ છોકરી." બીજાએ તેના ઉછેરની પ્રશંસા કરતા કહ્યું, "ઉત્તમ પેરન્ટીગ." બીજા ઘણા યુઝર્સે તેને આશીર્વાદ આપ્યા.
 જો કે આ વીડિયો વર્ષ 2021-22માં આરાધ્યાની સ્કૂલ 'ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ'માં યોજાયેલી સ્પર્ધાનો છે. આ વીડિયોમાં આરાધ્યાએ ઘણી હિન્દી કવિતાઓ સંભળાવી હતી. તેનો આ વીડિયો જોઈને લોકોએ તેની તુલના તેના દાદા અમિતાભ બચ્ચન અને પરદાદા હરિવંશ રાય બચ્ચન સાથે કરી છે. આ પહેલા પણ આરાધ્યા ઘણી વખત પોતાની કુશળતાને લોકો સમક્ષ રજૂ કરી ચૂકી છે.
Advertisement
Tags :
Advertisement

.