Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કડક સુરક્ષા સાથે સિદ્ધુ મૂસેવાલાના અંતિમ સંસ્કાર, પિતાએ પાઘડી ઉતારી લોકોનો આભાર માન્યો

હજારો લોકોએ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને અશ્રુભીની આંખો સાથે અંતિમ વિદાય આપી. રવિવારે તેની હત્યા કરવામાં આવી હતી. આજે તેમના વતન જવાહરકેમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના તેમના પૈતૃક ગામ જવાહરકેમાં કડક સુરક્ષા વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં હજારો લોકોએ હાજરી આપી અને ભીની આંખો સાથે વિદાય આપી. મુસેવાલાના મૃતà
કડક સુરક્ષા સાથે સિદ્ધુ મૂસેવાલાના અંતિમ સંસ્કાર  પિતાએ પાઘડી ઉતારી લોકોનો આભાર માન્યો
હજારો લોકોએ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને અશ્રુભીની આંખો સાથે અંતિમ વિદાય આપી. રવિવારે તેની હત્યા કરવામાં આવી હતી. આજે તેમના વતન જવાહરકેમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના તેમના પૈતૃક ગામ જવાહરકેમાં કડક સુરક્ષા વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં હજારો લોકોએ હાજરી આપી અને ભીની આંખો સાથે વિદાય આપી. મુસેવાલાના મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેના શરીરને લગભગ બે ડઝન ગોળીઓથી વીંધી દેવાયો હતો. આ વર્ષે મૂસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર પંજાબમાં વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.પણ તે હાર્યા હતાં. 
ખાસ ટ્રેક્ટરમાં નીકળી અંતિમ યાત્રા
સિદ્ધુ મૂસેવાલાની અંતિમ યાત્રા તેમના મનપસંદ 5911 નંબરના ટ્રેક્ટરમાં નીકળવામાં આવી હતી. આ ટ્રેક્ટરને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. આ ટ્રેક્ટર મૂસાવાલાની ઘણી સોશિયલ મીડિયા પોસ્ટમાં દેખાતું હતું. આ સિવાય ટ્રેક્ટર પર સ્ટીલની એકે 47 રાખવામાં આવી હતી. કેમકે તેને બંદૂકો ઘણી પસંદ હતી.
અંતિમ સંસ્કારની જગ્યા બદલવી પડી
સિદ્ધુ મૂસેવાલાને અંતિમ વિદાય આપવા માટે મોટી સંખ્યાંમાં લોકો એકઠા થયા હતા. આ કારણે તેમના અંતિમ સંસ્કારનું સ્થળ પણ બદલવામાં આવ્યું હતું. સિદ્ધુના પિતાએ પોતાની પાઘડી ઉતારીને લોકોનો આ મુશકેલ ઘડીમાં આવવા બદલ આભાર વ્યક્ત કર્યો. તેમનો પાર્થિવ દેહ તેમના ખેતરમાં જ પંચમહાભૂતમાં વિલિન કરાયો.
'વાસદા રહા સિદ્ધુ'
સિદ્ધુના માતા-પિતાએ તેમને અંતિમ વિદાય આપી. તે ઘણાં ગીતોમાં મૂછો પર તાવ દેતો જોવાં મળતો હતો. એટલા માટે પિતાએ પણ અંતિમ દર્શનમાં દીકરાની મૂંછ પણ તાવ દીધો. છેલ્લી યાત્રાના વાહનમાં લખ્યું હતું, જીવતા રહો. તેના પર મૂછો પર તાવ દેતી તસવીર લગાવેલી હતી. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના નિધનથી તેમના આખા ગામમાં નીરવ શાંતિ છવાઈ ગઈ છે. સિદ્ધુ મૂસેવાલા પંજાબના માનસા જિલ્લાના જવાહર ગામના રહેવાસી હતા.તેમની હત્યાએ બધાને ચોંકાવી દીધા હતા. 

પાલતુ કૂતરો નિરાશ
સિદ્ધુ મૂસેવાલાને તેમના પાલતુ કૂતરા સાથે ખૂબ પ્રેમ હતો. તેના પહેલાના વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં તે તેના કૂતરા સાથે રમી રહ્યો હતો. સિદ્ધુ મૂસેવાલાના નિધનથી તેમનો પાલતુ કૂતરો નિરાશ થઈ ગયો છે. તેના હાવભાવ જોઈને સરળતાથી સમજી શકાય છે કે તે તેના માલિકની ખોટ વર્તાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈમોશનલ છે. કૂતરો કંઈપણ ખાવાનો ઇનકાર કરે છે અને એક ખૂણામાં બેઠેલો છે. આ વીડિયો જોઈને ચાહકોના દિલ પણ તૂટી ગયા. એક યુઝરે કહ્યું, 'પાલતુ કૂતરો અને ટ્રેક્ટર પણ રડી રહ્યા છે.' એક યુઝરે કમેન્ટ કરી, 'વિડીયો આપણને રડાવી દેશે.'
Advertisement
Tags :
Advertisement

.