Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણીતા સંતૂર વાદક અને પદ્મ વિભૂષણ પંડિત શિવકુમાર શર્માનું નિધન

સંગીત ક્ષેત્રેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત સંતૂર વાદક અને પદ્મ વિભૂષણ પંડિત શિવ કુમાર શર્માનું આજે સવારે નિધન થયું છે, તેઓ 84 ​​વર્ષના હતા. જમ્મુમાં 13 જાન્યુઆરી 1938ના રોજ જન્મેલા શિવકુમાર શર્માએ તેમના સંગીત દ્વારા સંતૂરને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી. તેમના અવસાનથી સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સંતૂર એક કાશ્મીરી લોક વાદ્ય છે. તેમનો જન્મ જમ્મુમાં ગાયક
07:26 AM May 10, 2022 IST | Vipul Pandya
સંગીત ક્ષેત્રેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત સંતૂર વાદક અને પદ્મ વિભૂષણ પંડિત શિવ કુમાર શર્માનું આજે સવારે નિધન થયું છે, તેઓ 84 ​​વર્ષના હતા. 
જમ્મુમાં 13 જાન્યુઆરી 1938ના રોજ જન્મેલા શિવકુમાર શર્માએ તેમના સંગીત દ્વારા સંતૂરને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી. તેમના અવસાનથી સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સંતૂર એક કાશ્મીરી લોક વાદ્ય છે. તેમનો જન્મ જમ્મુમાં ગાયક પંડિત ઉમા દત્ત શર્માને ત્યાં થયો હતો. પંડિત શિવકુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન રહ્યું હતું. બોલિવૂડમાં 'શિવ-હરિ' (શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા)ની જોડીએ ઘણા હિટ ગીતોને સંગીત આપ્યું છે. શ્રીદેવી પર ચિત્રિત કરાયેલા ગીત 'મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં' નું સંગીત આ હિટ જોડીએ કમ્પોઝ કર્યું હતું. પંડિત શિવકુમાર શર્માના પિતા ઈચ્છતા હતા કે, તેઓ જમ્મુ અથવા શ્રીનગરમાં ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કરે. એક ઈન્ટરવ્યૂંમાં પંડિત શિવકુમાર શર્માએ કહ્યું હતું કે, તેઓ સંતૂર લઈને મુંબઈ આવ્યા હતા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર પાંચસો રૂપિયા હતા.  

વડાપ્રધાને શ્રદ્ધાંજલિ આપી
પંડિત શિવકુમાર શર્માને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, “પંડિત શિવકુમાર શર્માજીના નિધનથી આપણા સાંસ્કૃતિક જગત પર ઊંડી અસર પડશે. તેમણે સંતૂરને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવ્યું. તેમનું સંગીત આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. મને તેમની સાથેની મારી વાતચીત સારી રીતે યાદ છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. શાંતિ.

પંડિત શિવકુમાર શર્માએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આટલું જ નહીં, તેમણે પંડિત હરિ પ્રસાદ ચૌરસિયા સાથે ઘણી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું. પંડિત શિવકુમાર સંગીત સાથે જોડાયેલા રહેવાની સાથે, 15 વર્ષની ઉંમરે, તેમણે જમ્મુ રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકેની નોકરી પણ સ્વીકારી હતી.
Tags :
GujaratFirstPadmaVibhushanPanditShivkumarSharmaPassesAway
Next Article