Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇરાનની જાણીતી અભિનેત્રીએ હિજાબ ઉતારીને ઇન્સ્ટા પર વીડિયો પોસ્ટ કર્યા બાદ ધરપકડ

ઈરાનની પોલીસે જાણીતી અભિનેત્રી હેંગામેહ ગજિયાની (Iranian Actress Hengameh Ghaziani) ની ધરપકડ કરી છે. 52 વર્ષીય ફિલ્મ અભિનેત્રી પર આરોપ છે કે તેણે હિજાબ ઉતારીને વીડિયો બનાવ્યો હતો અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,અભિનેત્રીએ દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આવું કર્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે.પોતાની સાથે કંઇ પણ થશે તો ઇ
ઇરાનની જાણીતી અભિનેત્રીએ હિજાબ ઉતારીને ઇન્સ્ટા પર વીડિયો પોસ્ટ કર્યા બાદ ધરપકડ
ઈરાનની પોલીસે જાણીતી અભિનેત્રી હેંગામેહ ગજિયાની (Iranian Actress Hengameh Ghaziani) ની ધરપકડ કરી છે. 52 વર્ષીય ફિલ્મ અભિનેત્રી પર આરોપ છે કે તેણે હિજાબ ઉતારીને વીડિયો બનાવ્યો હતો અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,અભિનેત્રીએ દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આવું કર્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી છે.
પોતાની સાથે કંઇ પણ થશે તો ઇરાન સરકાર જવાબદાર રહેશે તેમ કહ્યું 
શનિવારે મોડી રાત્રે અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું કે 'આ ક્ષણથી,મારી સાથે જે પણ થશે તેના માટે ઈરાનની સરકાર જવાબદાર છે,  હંમેશાની જેમ હું મારા છેલ્લા શ્વાસ સુધી ઈરાની લોકો સાથે છું.' વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગજિયાની હિજાબ વગર એક જાહેર સ્થળે ઉભી છે અને પછી તે પોતાના વાળ બાંધતી જોવા મળી રહી છે. તે જ રીતે ગયા અઠવાડિયે પણ ગજિયાનીએ એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે ઈરાન સરકાર બાળ-હત્યારી છે જેણે 50 થી વધુ બાળકોની હત્યા કરી છે.
ભડકાઉ સામગ્રીને લઇને મોકલાયો હતો સમન્સ 
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી "ભડકાઉ" સામગ્રીને લઈને સમન્સ મોકલવામાં આવેલા આઠ લોકોમાં ગજિયાનીનો સમાવેશ થાય છે. આમાં તેહરાન ફૂટબોલ ટીમ પર્સેપોલિસ એફસીના કોચ યાહ્યા ગોલમોહમ્મદીનો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત છે અને જાહેરમાં હિજાબ ઉતારવો ગુનો માનવામાં આવે છે. જો કોઈ મહિલા જાહેરમાં પોતાનો હિજાબ ઉતારે છે તો તેને આકરી સજા થઈ શકે છે. મહેસા અમીનીના મોત બાદ હજારો મહિલાઓએ વિરોધ રૂપે આ કર્યું છે.હિજાબ વિરોધી પ્રદર્શન દરમિયાન મહસા અમીની નામની મહિલાને ઈરાન પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી હતી. આ દરમિયાન તેનું મોત થઈ ગયું હતું, જેના પછી સમગ્ર ઈરાનમાં પ્રદર્શનો શરૂ થઇ ગયા હતા. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.