નવું કાર્ય કરવા તકલીફોનો સામનો કરવો પડે : નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટનલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દાયકાઓ પહેલા પ્રગતિ મેદાન ભારતની પ્રગતિ, ભારતીયોની તાકાત, ભારતના ઉત્પાદનો, આપણી સંસ્કૃતિ દર્શાવવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ પ્રગતિ મેદાનની પ્રગતિ ઘણા સમય પહેલા જ અટકી ગઈ હતી. તેની યોજના કાગળ પàª
07:25 AM Jun 19, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટનલનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દાયકાઓ પહેલા પ્રગતિ મેદાન ભારતની પ્રગતિ, ભારતીયોની તાકાત, ભારતના ઉત્પાદનો, આપણી સંસ્કૃતિ દર્શાવવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ પ્રગતિ મેદાનની પ્રગતિ ઘણા સમય પહેલા જ અટકી ગઈ હતી. તેની યોજના કાગળ પર બતાવવામાં આવી હતી, પરંતુ જમીન પર કંઈ થયું નથી.
મોદીએ પ્રગતિ મેદાનમાં અગ્નિપથ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ આજનું નવું ભારત છે. આ ભારત ઉકેલ લઈ આવે છે. તેમણે કહ્યું કે નવું કામ કરવામાં તકલીફ પડે છે. આ ચિત્ર બદલવા માટે નથી કરવામાં આવી રહ્યું, પરંતુ તેનાથી ભાગ્ય પણ બદલી શકાય છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારનો ભાર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. તેનું સીધું પરિણામ અને તેની પાછળનો હેતુ Ease of Living છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 8 વર્ષમાં અમે દિલ્હી-એનસીઆરની સમસ્યાઓના ઉકેલ માટે અભૂતપૂર્વ પગલાં લીધાં છે. છેલ્લા 8 વર્ષમાં દિલ્હી-NCRમાં મેટ્રો સેવા 193 કિમીથી વધીને 400 કિમી થઈ ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા મેટ્રો નેટવર્કને કારણે હવે હજારો વાહનો રસ્તાઓ પર ઓછા દોડી રહ્યા છે. આનાથી પ્રદૂષણ ઘટાડવામાં પણ ઘણી મદદ મળી છે. દિલ્હીને ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ્સની પણ મદદ મળી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, શહેરી ગરીબોથી માંડીને શહેરી મધ્યમ વર્ગ સુધી દરેકને વધુ સારી સુવિધાઓ આપવા માટે કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. છેલ્લા 8 વર્ષમાં 1.70 કરોડથી વધુ શહેરી ગરીબોને પાકાં મકાનો આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે. લાખો મધ્યમ વર્ગના પરિવારોને પણ તેમના ઘર માટે મદદ કરવામાં આવી છે.
Next Article