Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શા માટે આપણને જોવા ગમે તેવા કન્ટેઈન જ સ્ક્રીન પર બતાવે છે?

ભારતમાં ફેસબુકના 41 કરોડથી વધારે યુઝર્સ છે...અને તેનાથી વધારે લોકો વ્હોટસએપનો ઉપયોગ કરે છે.. આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો ભારત આ કંપનીનું સૌથી મોટું માર્કેટ છે. પરંતુ કંપની પર આક્ષેપ છે કે તે પોતાના આ સૌથી મોટા માર્કેટ માટે ખુબજ ઓછા સંસાધનનો ઉપયોગ કરી રહી છે.. એટલું જ નહીં... ફેસબુક પર એ પણ આક્ષેપ છે કે જાણકારી હોવા છતા ફેસબુક દ્વારા નુકસાનકારક કન્ટેન્ટ હટાવાતા નથી...અને કેટલીકવાર આવા કન્ટ
11:42 AM Apr 30, 2022 IST | Vipul Pandya
ભારતમાં ફેસબુકના 41 કરોડથી વધારે યુઝર્સ છે...અને તેનાથી વધારે લોકો વ્હોટસએપનો ઉપયોગ કરે છે.. આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો ભારત આ કંપનીનું સૌથી મોટું માર્કેટ છે. પરંતુ કંપની પર આક્ષેપ છે કે તે પોતાના આ સૌથી મોટા માર્કેટ માટે ખુબજ ઓછા સંસાધનનો ઉપયોગ કરી રહી છે.. એટલું જ નહીં... ફેસબુક પર એ પણ આક્ષેપ છે કે જાણકારી હોવા છતા ફેસબુક દ્વારા નુકસાનકારક કન્ટેન્ટ હટાવાતા નથી...અને કેટલીકવાર આવા કન્ટેન્ટને પ્રમોટ કરવામાં આવે છે...જેથી સરકારે ફેસબુક પર લગામ કસવા માટે તેની પાસે અલ્ગોરિદમની જાણકારી માંગી હતી. 
ફેસબુકને લઇને વિવાદ સપ્ટેમ્બર 2021માં શરૂ થયો હતો.. અમેરિકી અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલ અને ફેસબુકની પૂર્વ પ્રોડક્ટ મેનેજર ફ્રાંસેસ હાઉગેને કેટલાક ખુલાસા કર્યા હતા. જેમાં એક સૌથી મોટો ખુલાસો હતો કે ફેસબુક કઇ રીતે આપણા સ્વભાવને પ્રભાવિત કરીને તેનો કોમર્શિયલ લાભ ઉઠાવવામાં લાગ્યું છે. તેમાં એ વાતની જાણકારી અપાઇ હતી કે કઇ રીતે ફેસબુકનું અલ્ગોરિદમ ફેસુબુક સાથે યુઝર્સને જોડાયેલા રાખવા માટે તેમના સ્વભાવને પ્રભાવિત કરવાનું કામ કરે છે ..જે બાદ  સરકારે અલ્ગોરિદમને લઇને જ ફેસબુક પાસે જાણકારી માંગી હતી. 
 
સામાન્ય યુઝર્સ માટે ફેસબુકના ખુલાસા સાથે જ અલ્ગોરિદમ નકારાત્મક શબ્દ બની ચૂક્યોછે. જો કે આ ફક્ત કોઇ પ્રોગ્રામને ચલાવનાર કોમ્પ્યુટર કોડ છે. એટલે કે આપના મોબાઇલથી લઇને ઇલેક્ટ્રોનિક ડિવાઇસિઝ તમામ કોઇને કોઇ અલ્ગોરિદમ પર કામ કરે છે. જે તેની કાર્ય પ્રણાલી નક્કી કરે છે.
સરળ શબ્દોમાં કહીએ તો  યુઝરના મોબાઇલ પર કોઇ ખાવાનું બનાવવા સાથે જોડાયેલો કન્ટેન્ટ રેસીપિ એક અલ્ગોરિદમ છે.. એ જ રીતે કેલ્ક્યુલેટર પણ અલ્ગોરિદમ છે.. પરંતુ ફેસબુક, ગુગલ તેમજ બાકી સોશિયલ મીડિયા કંપનીઓ પોતાના પ્લેટફોર્મ માટે જે પ્રકારનું અલ્ગોરિદમ ઉપયોગ કરે છે...તે ખુબજ હાઇ ક્વાલિટીનું હોય છે.
સોશિયલ મીડિયા કંપનીઓ અલ્ગોરિદમનો ઉપયોગ યુઝર્સને પ્લેટફોર્મ સાથે જોડાયેલા રાખવા માટે કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સીની મદદથી કંપનીઓ અલ્ગોરિદમને એ રીતે ડિઝાઇન કરે છે કે તેનો ઉપયોગ કરનાર યુઝર્સને સતત તેમની પસંદનું કન્ટેન્ટ મળતું રહે છે. અને તે નિયત સમયથી પણ વધારે સમય સુધી જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલો રહે.. 
ઉદાહરણ તરીકે

  • સોશિયલ મીડિયા પર જે પણ કન્ટેન્ટ આપણને ગુસ્સો અપાવે કે ખુશી આપે, તેનાથી તે પ્લેટફોર્મ પર આપણા રોકાવવાનો સમય વધી જાય છે.
  • સાથે-સાથે યુઝર્સ કન્ટેન્ટ પર પ્રતિક્રિયા આપે છે.
  • જેનાથી યુઝર્સનું પ્લેટફોર્મ પર એંગેજમેન્ટ પણ વધી જાય છે. 
  • હવે AI મશીન અને લર્નિંગ ટુલ્સના માધ્યમથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોતાની અલ્ગોરિદમને એ પ્રમાણે ડિઝાઇન કરે છે કે તે યુઝરને એવા જ કન્ટેન્ટ બતાવે, જેમાં તેણે પહેલા રૂચી બતાવી હતી. 
આનું પરિણામ એ હોય છે કે પોતાની પસંદનું કન્ટેન્ટ જોવા માટે જેટલી વધારે વાર યુઝર સોશિયલ મીડિયા પર રોકાય છે. તેટલું જ તેને વધારે એડવર્ટાઇઝમેન્ટથી  પસાર થવું પડે છે. જે પ્રત્યક્ષ રીતે જે તે પ્લેટફોર્મ માટે કોમર્શિયલ રીતે જબરજસ્ત ફાયદાકારક પૂરવાર થાય છે. કંપનીઓ  મુખ્યત્વે આ જ આર્થિક ફાયદા માટે એઆઇની મદદથી અલ્ગોરિદમને યુઝર્સના હિસાબે પ્રભાવિત કરે છે.
આ સમગ્ર ખુલાસો વ્હિસલ બ્લોઅર ફ્રાંસેસ હાઉગેન દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા એ દસ્તાવેજોના માધ્યમથી થયો જે તેમણે ફેસબુક છોડતા પહેલા કોપી કરી લીધા હતા. આ લીક દસ્તાવેજો દ્વારા ખુલાસો થયો હતો કે ફેસબુકમાં અલ્ગોરિદમ એ પ્રકારે ડિઝાઇન થાય છેકે યુઝર્સ વધારેને વધારે સમય આ પ્લેટફોર્મ પર વિતાવે. પછી ભલે આ માટે તેને બતાવવામાં આવનારુ કન્ટેન્ટ ખતરનાક, ભડકાઉ અને હિંસાત્મક કેમ ન હોય. 
Tags :
FacebookGujaratFirstTrendingViral
Next Article