વિદેશ મંત્રી એસ.જયશંકરે લીધો ઉધડો, કહ્યું - ભારતને કોઈની સલાહની જરૂર નથી
આજે વિશ્વમાં ભારતનું મહત્વ વધી ગયું છે. આજે ભારત પર કોઈ આંગળી ચીંધે તો ભારત તેને જડબાતોડ જવાબ આપે છે. આજે વિશ્વમાં ભારત એક નવી તાકાત બન્યું છે. આજે વિશ્વના તાકાતવાર દેશો પણ ભારતની વિરૂદ્ધ જતા પહેલા 10 વખત વિચાર કરે છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે ફરી એકવાર રશિયા-યુક્રેન મુદ્દે ભારતના વલણને લઈને વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના રાયસિના ડાયલોગ કાર્યક્રમમાં તેમણે ફરી
આજે વિશ્વમાં
ભારતનું મહત્વ વધી ગયું છે. આજે ભારત પર કોઈ આંગળી ચીંધે તો ભારત તેને જડબાતોડ
જવાબ આપે છે. આજે વિશ્વમાં ભારત એક નવી તાકાત બન્યું છે. આજે વિશ્વના તાકાતવાર
દેશો પણ ભારતની વિરૂદ્ધ જતા પહેલા 10 વખત વિચાર કરે છે. વિદેશ
મંત્રી એસ.જયશંકરે ફરી એકવાર રશિયા-યુક્રેન મુદ્દે ભારતના વલણને લઈને વિરોધીઓને
જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના રાયસિના ડાયલોગ કાર્યક્રમમાં તેમણે ફરી
એકવાર સ્પષ્ટ કર્યું કે યુક્રેન સંઘર્ષમાં ભારતની સ્થિતિ સ્પષ્ટ છે. અમે લડાઈનો
તાત્કાલિક અંત માંગીએ છીએ અને રાજદ્વારી દ્વારા વાતચીતનો આગ્રહ રાખીએ છીએ. અમે
દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની જરૂરિયાત પર પણ ભાર
મુકીએ છીએ.
Advertisement