Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિદેશ મંત્રી એસ.જયશંકરે અમેરિકાના મીડિયા પર કર્યો પ્રહાર, જાણો શું કહ્યું

વિદેશ મંત્રી (External Affairs) એસ. જયશંકરે (S. Jaishankar) ભારત (India) વિરુદ્ધ પક્ષપાતી કવરેજ માટે વોશિંગ્ટન પોસ્ટ (The Washington Post) સહિત મુખ્ય પ્રવાહના યુએસ મીડિયાની ટીકા કરી છે. એસ. જયશંકરે રવિવારે ભારતીય-અમેરિકનોના એક સંમેલનમાં કહ્યું,  કે હું મીડિયાને જોઉં છું. કેટલાક અખબારો વિશે તમે જાણો છો કે તેઓ ચોક્કસપણે શું લખશે. તેમાંથી એક આ શહેરમાં પણ છે. પ્રતિષ્ઠિત ધ વોશિંગ્ટન પોસ્ટ  વોશિંગ્ટન ડીસીથી પ્રકાશિત થતું ર
વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના મીડિયા પર કર્યો પ્રહાર  જાણો શું કહ્યું
વિદેશ મંત્રી (External Affairs) એસ. જયશંકરે (S. Jaishankar) ભારત (India) વિરુદ્ધ પક્ષપાતી કવરેજ માટે વોશિંગ્ટન પોસ્ટ (The Washington Post) સહિત મુખ્ય પ્રવાહના યુએસ મીડિયાની ટીકા કરી છે. એસ. જયશંકરે રવિવારે ભારતીય-અમેરિકનોના એક સંમેલનમાં કહ્યું,  કે હું મીડિયાને જોઉં છું. કેટલાક અખબારો વિશે તમે જાણો છો કે તેઓ ચોક્કસપણે શું લખશે. તેમાંથી એક આ શહેરમાં પણ છે. પ્રતિષ્ઠિત ધ વોશિંગ્ટન પોસ્ટ  વોશિંગ્ટન ડીસીથી પ્રકાશિત થતું રાષ્ટ્રીય દૈનિક છે.અને હાલમાં તે એમેઝોનના જેફ બેઝોસની માલિકીનું  છે.

પાકિસ્તાન સાથેના સંબંધ વિશે શું કહ્યું
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ સંબંધો અમેરિકાના હિતમાં નથી. અમેરિકા અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના સંબંધો અંગે જયશંકરે કહ્યું કે આ સંબંધો બંને દેશોમાંથી કોઈને કોઈ ફાયદો નથી.
અમેરિકાએ વિચારવું જોઇએ
F-16 વિમાનોના કાફલા માટે પાકિસ્તાનને $450 મિલિયનના જાળવણી પેકેજની મંજૂરી પર સવાલ ઉઠાવતા વિદેશ મંત્રીએ આ વાત કહી. તેમણે કહ્યું કે અમેરિકા-પાકિસ્તાન સંબંધ એવો છે કે જેણે ન તો પાકિસ્તાનને સારી રીતે સેવા આપી છે અને ન તો અમેરિકન હિતોને. અમેરિકાએ વિચારવું જોઈએ કે આ સંબંધના ફાયદા શું છે અને તેનાથી તેને શું ફાયદો થાય છે?
કોઈને મૂર્ખ બનાવી શકતા નથી
અમેરિકાએ દલીલ કરી હતી કે આતંકવાદ સામે લડવા માટે F-16ની જાળવણી માટે પેકેજને મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાની દલીલનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે, બધા જાણે છે કે એફ-16નો ઉપયોગ ક્યાં અને કોની વિરુદ્ધ થાય છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, તમે આવી વાતો કરીને કોઈને મૂર્ખ બનાવી શકતા નથી.
વિદેશમંત્રીએ કહ્યું કે પૂર્વગ્રહ હોય છે
વિદેશ મંત્રીએ અમેરિકામાં ભારત વિરોધી શક્તિઓ પર ઉઠાવવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હું માનું છું કે પૂર્વગ્રહો હોય છે અને તેને નક્કી કરવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. ભારત જેટલો વધુ તેના માર્ગે આગળ વધશે તેટલું ભારતને પોતાની અમાનત સમજનારા લોકોનો આધાર ભારતમાં ઓછો થશે અને કેટલીક ચર્ચાઓ પણ થશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આવા લોકો ભારતમાં જીતતા નથી.

અમેરિકનો ભારતની જટિલતાથી વાકેફ નથી
વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે આ બાબતે સાવધાની રાખવી પડશે. કારણ કે મોટાભાગના અમેરિકનો ભારતની જટિલતાઓથી વાકેફ નથી.
 
કાશ્મીર મુદ્દા વિશે શું કહ્યું 
અમેરિકામાં કાશ્મીર મુદ્દાના ખોટા દૃષ્ટિકોણ પર ઉઠાવવામાં આવેલા એક પ્રશ્ન પર એસ જયશંકરે કહ્યું કે જો કોઈ આતંકવાદી ઘટના બને છે તો તેનાથી કોઈ ફરક પડતો નથી કે માર્યા ગયેલાનો ધર્મ શું હતો. તેમણે પૂછ્યું કે, જો ભારતીય સૈનિકો અથવા પોલીસ અધિકારીઓનું અપહરણ કરવામાં આવે છે, જો ભારત સરકારના લોકો અથવા  વ્યવસાય કરતા લોકો માર્યા જાય છે, તો કોનો જીવ જશે, મીડિયામાં આ વિશે કેમ કોઈ વાત કરવામાં આવતી નથી?
Advertisement
Tags :
Advertisement

.