Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોના કેસમાં વધારા વચ્ચે મહત્વનો નિર્ણય, હેલ્થ વર્કર માટેની વીમા યોજનાની અવધિ 180 દિવસ વધારી

દેશભરમાં કોરોના વાયરસના કેસમં ફરી એક વખત વધારો થઇ રહ્યો છે. જેના કારણે સરકારી તંત્ર સાબદું થયું છે. કેટલાક રાજ્યમાં તો કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ફરી વખત વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  સરકારે આરોગ્ય કર્મચારીઓ માટે શરૂ કરાયેલી વીમા યોજનાની અવધિ વધારવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે સ્à
12:19 PM Apr 19, 2022 IST | Vipul Pandya
દેશભરમાં કોરોના વાયરસના કેસમં ફરી એક વખત વધારો થઇ રહ્યો છે. જેના કારણે સરકારી તંત્ર સાબદું થયું છે. કેટલાક રાજ્યમાં તો કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ફરી વખત વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  સરકારે આરોગ્ય કર્મચારીઓ માટે શરૂ કરાયેલી વીમા યોજનાની અવધિ વધારવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે સ્વાસ્થ્યકર્મીઓ માટે શરુ કરેલી વીમા યોજનાની અવધિ 19 એપ્રિલથી 180 દિવસ સુધી વધરવામાં આવી છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે આની જાહેરાત કરી. સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)ના નામ હેઠળ શરૂ કરવામાં આવેલી આ નીતિને વિસ્તૃત કરવાનો નિર્ણય કર્યો છે, જેથી કોરોનાના દર્દીઓની સારવાર કરતા તથા સંભાળ લેતા આરોગ્ય કર્મચારીઓના આશ્રિતોને રક્ષણાત્મક કવચ આપવાનું ચાલુ રહે. આ સંદર્ભમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવો, આરોગ્યના મુખ્ય સચિવો અને સચિવો (સ્વાસ્થ્ય)ને એક પત્ર જારી કરવામાં આવ્યો છે. 
ઉલ્લેખનીય છે કે PMGKPની શરૂઆત 30 માર્ચ 2020ના રોજ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, સરકારે કોરોના સમયગાળા દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ સહિત દરેકની જરૂરિયાતો પૂરી કરી હતી. સરકારે અત્યાર સુધીમાં 1900થી વધુ આરોગ્ય કર્મચારીઓના વીમા અંગેના દાવાનું સમાધાન કર્યું છે. PMGKPનો ઉદ્દેશ્ય આરોગ્ય કર્મચારીઓ અને ખાનગી આરોગ્ય કર્મચારીઓ સહિત લગભગ 22.12 લાખ આરોગ્ય કર્મચારીઓને રૂ. 50 લાખનું અકસ્માત કવચ પૂરું પાડવાનો છે.
હવે કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન ગરીબ કલ્યાણ પેકેજને 180 દિવસ એટલે કે 6 મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,247 નવા કેસ નોંધાયા છે. જ્યારે એકનું મોત થયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ હાલમાં દેશમાં કોરોનાના 11,860 એક્ટિવ કેસ છે. 
Tags :
CoronaVirusCovid-19CovidRestrictionGujaratFirstHealthworkersInsuranceScheme
Next Article