કાબુલમાં રશિયન દૂતાવાસની બહાર વિસ્ફોટ, 20ના મોત
સોમવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયન દૂતાવાસના ગેટ પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જે સમયે આ વિસ્ફોટ થયો તે સમયે લોકો વિઝા માટે લાઈનમાં ઉભા હતા. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટમાં દૂતાવાસમાં તૈનાત બે રાજદ્વારીઓ સહિત 20 લોકોના મોત થયા છે.રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટીના જણાવ્યા અનુસાર, ઘણા લોકો અહીં વિઝા માટે ઉભા હતા. એક રશિયન રાજદ્વારી અરજદારોના નામ બોલવા માટે બહàª
09:59 AM Sep 05, 2022 IST
|
Vipul Pandya
સોમવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રશિયન દૂતાવાસના ગેટ પર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જે સમયે આ વિસ્ફોટ થયો તે સમયે લોકો વિઝા માટે લાઈનમાં ઉભા હતા. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટમાં દૂતાવાસમાં તૈનાત બે રાજદ્વારીઓ સહિત 20 લોકોના મોત થયા છે.
રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટીના જણાવ્યા અનુસાર, ઘણા લોકો અહીં વિઝા માટે ઉભા હતા. એક રશિયન રાજદ્વારી અરજદારોના નામ બોલવા માટે બહાર નિકળ્યા ત્યારે જ વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બર આત્મઘાતી બોમ્બર હતો. હુમલા બાદ તે અંદર જઈ રહ્યો હતો ત્યારે સશસ્ત્ર રક્ષકોએ તેને ગોળી મારી દીધી હતી.
જો કે હજુ સુધી કોઈ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. તાલિબાન સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં આ પહેલો વિસ્ફોટ છે. ગયા વર્ષે યુએસ અને નાટો દળોએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારથી ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે સંકળાયેલા સ્થાનિક હુમલાખોરોએ તાલિબાન પરના હુમલાઓ બંધ કરી દીધા છે.
Next Article