Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પિસ્તાના વધુ પડતા સેવનથી થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ

આપણે સ્વસ્થ રહેવા માટે  ઘણા બધા ડ્રાય ફ્રુટનું સેવન કરીએ છીએ. તેમાં પણ  ખાસ  કરીને ડ્રાય ફ્રુટમાં  પિસ્તાનો ઉપયોગ ખીર, મીઠાઈ અને બીજી ઘણી વસ્તુઓમાં થાય છે. સામાન્ય રીતે તમે તેનાથી થતા ફાયદા વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે તેના સેવનથી થતાં  નુકસાન  વિશે જાણો  છો? વજન વધે છે પિસ્તાનું સેવન સેવન કરવાથી વજન ઘટવાને બદલે વધવા લાગે છે. જો તમે તેનું સેવન કરવા માંગો છો, તો ફક્ત 1-2 પિàª
પિસ્તાના વધુ  પડતા સેવનથી થાય છે અનેક નુકસાન  જાણી લો તમે પણ
આપણે સ્વસ્થ રહેવા માટે  ઘણા બધા ડ્રાય ફ્રુટનું સેવન કરીએ છીએ. તેમાં પણ  ખાસ  કરીને ડ્રાય ફ્રુટમાં  પિસ્તાનો ઉપયોગ ખીર, મીઠાઈ અને બીજી ઘણી વસ્તુઓમાં થાય છે. સામાન્ય રીતે તમે તેનાથી થતા ફાયદા વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે તેના સેવનથી થતાં  નુકસાન  વિશે જાણો  છો?
 
વજન વધે છે 
પિસ્તાનું સેવન સેવન કરવાથી વજન ઘટવાને બદલે વધવા લાગે છે. જો તમે તેનું સેવન કરવા માંગો છો, તો ફક્ત 1-2 પિસ્તા જ ખાઓ જેથી તે તમારા વજનને કંટ્રોલમાં રાખી  શકો છો.
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે નહીં
આજકાલ ઘણા લોકોમાં બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે, પિસ્તાનું સેવન કરવું તે દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે કારણ કે તેમાં ખૂબ જ વધારે માત્રામાં મીઠું જોવા મળે છે જે વ્યક્તિ માટે હાનિકારક તો હોય જ છે અને સાથે જ તેના પર અસર પણ કરી શકે છે. વ્યક્તિ હૃદયની સમસ્યાઓનું કારણ બની શકે છે.
શ્વાસ લેવામાં તકલીફ
કોઈપણ વસ્તુનું વધારે સેવન કરવું તમારા માટે ખરાબ છે, તેવી જ રીતે પિસ્તાનું વધુ સેવન કરવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેમાં પ્રોટીન જોવા મળે છે, તેથી જો તેનું વધુ સેવન કરવામાં આવે તો લોહીમાં પ્રોટીનની માત્રા વધી જાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સિવાય એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે, તેને વધારે ખાવાથી શરીરમાં ખંજવાળ, ફોલ્લીઓ પણ  થતી  હોય છે.
Advertisement
Tags :
Advertisement

.