Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાકડીના વધુ પડતા સેવનથી થાય છે અનેક નુકસાન ,જાણીલો તમે પણ

ઉનાળામાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધતો જોવા  મળી  રહ્યો છે. આ સીઝનમાં લોકો ઠંડુ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. લોકો ગરમીથી રાહત મેળવવા તરબૂચ ,કેરી જેવા ફળોનું સેવન કરતા  હોય છે. ત્યારે તમે કાકડીનું પણ સેવન કરી શકો છો. કાકડીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. પણ કયારેક વધુ પડતું કાકડીનું સેવન નુકસાન  પણ પહોંચાડતું  હોય છે.સામાન્ય રીતે કડીના સેવનથી ઘણી બીમારીઓ દુર થઇ જાય છà«
કાકડીના વધુ પડતા સેવનથી થાય છે અનેક નુકસાન  જાણીલો તમે પણ
ઉનાળામાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધતો જોવા  મળી  રહ્યો છે. આ સીઝનમાં લોકો ઠંડુ ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. લોકો ગરમીથી રાહત મેળવવા તરબૂચ ,કેરી જેવા ફળોનું સેવન કરતા  હોય છે. ત્યારે તમે કાકડીનું પણ સેવન કરી શકો છો. કાકડીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. પણ કયારેક વધુ પડતું કાકડીનું સેવન નુકસાન  પણ પહોંચાડતું  હોય છે.
સામાન્ય રીતે કડીના સેવનથી ઘણી બીમારીઓ દુર થઇ જાય છે. કાકડીમાં ઉર્જા 15.54 કેલરી, પ્રોટીન 650 મીલીગ્રામ, પોટેશિયમ 147 મીલીગ્રામ, પાણીની માત્રા 95.23 ગ્રામ જોવા મળે છે. કાકડી ફાયદાકારક હોવાની સાથે સાથે અમુક લોકો માટે ઘણી જ હાનિકરક પણ સાબિત થઇ શકે છે.
કાકડી  ખાવાથી  થતા  ફાયદાઓ :
કેન્સરથી બચી શકાય -
કાકડીનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીનો ખતરો ઓછો થઈ જાય છે. કાકડીમાં જોવા મળતા પ્રોટીન આપણા શરીરમાં કેન્સરથી લડવાની તાકાત આપે છે. તે કેન્સર અથવા ટ્યુમરના વિકાસને રોકે છે.
ઈમ્યુનીટી પાવર – 
ઈમ્યુનીટી પાવરને મજબુત બનાવવામાં પણ કાકડી મુખ ભાગ ભજવે છે. કાકડીમાં વિટામીન સી, બીટા કેરોટીન જેવા એન્ટી ઓક્સીડેન્ટ હોઈ છે, જે શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને દુર કરે છે. તે ઈમ્યુનીટીને સારી બનાવે છે.
મજબુત હાડકા – 
જો કાકડીને છાલ સહીત ખાવામાં આવે તો તેનાથી હાડકાઓને ફાયદો મળે છે. કાકડીની છાલમાં ખુબ જ માત્રામાં સિલિકા હોય છે, જે હાડકા ને મજબૂતી આપે છે. સાથે જ તેમાં રહેલા કેલ્શિયમ પણ હાડકાના સ્વાસ્થ્ય માટે ઘણો જ ઉપયોગી સાબિત થાય છે.
કાકડી ખાવાના નુકશાન :
જે લોકોને સાઈનસાઈટીસની બીમારી હોઈ તે દરેક વ્યક્તિએ કાકડીનું સેવન જરૂર કરવું જોઈએ. તેની પાછળનું કારણ એ છે કે કાકડી તાસીર માટે ઠંડી છે. જો કે ગર્ભવતી મહિલાને કાકડીના સેવન માટેની સલાહ આપવામાં આવે છે, પરંતુ જરૂરતથી વધારે કાકડીનું સેવન કરવાથી મૂત્ર ત્યાગ માટે વારંવાર જવું પડે છે. કારણ કે કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ જોવા મળે છે.
જો તમે કાકડીનું વધારે માત્રામાં સેવન કરો છો તો તમારું પેટ ભરેલું ભરેલું લાગશે. કાકડીમાં ફાઈબરનું સારો એવો સ્ત્રોત છે પરંતુ વધુ ખાવાથી તમને ઓડકાર આવી શકે છે. એટલા માટે તેને સારી રીતે ધોઈ તેની કડવાશ દુર કરી ગરમીની ઋતુમાં તેનું સેવન કરવું જોઈએ. કાકડીનું સેવન દરેક લોકોએ કરવું જોઈએ, પરંતુ વધારે માત્રા માં પણ ના કરવું. કાકડી ખુબ જ ફાયદાકારક પણ છે પરતું તેનું વધારે સેવન કરવાથી નુકશાન કારક પણ બની શકે છે.
Advertisement
Tags :
Advertisement

.