Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બદામના વધુ પડતા સેવનથી થાય છે અનેક નુકસાન, જાણી લો તમે પણ

યાદશક્તિ વધારવી હોય કે ચહેરાનો ગ્લો, બધા તમને બદામ ખાવાની સલાહ આપશે. કોઈ બદામને સાંજે નાસ્તાની જેમ તો કોઈ સવારે પલાળીને ખાવાની પસંદ કરે છે. યોગ્ય માત્રા ખબર ન હોવાથી કોઈ મુઠ્ઠીભરીને બદામ ખાવાનું કહે છે, તો કોઈ વધુ ઓછી. પરંતુ શું તમે જાણો છો કે વધુ બદામ ખાવાથી તમારા શરીરને ફાયદાના બદલે નુક્સાન પણ થઈ શકે છે?  તમારું વજન વધી શકે છેતમે જાણો છો કે 28 ગ્રામ બદામમાં લગભગ 164 કેલરી હોય છે.જો તમે à
બદામના વધુ પડતા સેવનથી થાય છે અનેક નુકસાન  જાણી લો તમે પણ
યાદશક્તિ વધારવી હોય કે ચહેરાનો ગ્લો, બધા તમને બદામ ખાવાની સલાહ આપશે. કોઈ બદામને સાંજે નાસ્તાની જેમ તો કોઈ સવારે પલાળીને ખાવાની પસંદ કરે છે. યોગ્ય માત્રા ખબર ન હોવાથી કોઈ મુઠ્ઠીભરીને બદામ ખાવાનું કહે છે, તો કોઈ વધુ ઓછી. પરંતુ શું તમે જાણો છો કે વધુ બદામ ખાવાથી તમારા શરીરને ફાયદાના બદલે નુક્સાન પણ થઈ શકે છે? 
 તમારું વજન વધી શકે છે
તમે જાણો છો કે 28 ગ્રામ બદામમાં લગભગ 164 કેલરી હોય છે.જો તમે તમારા  દૈનિક  આહારમાં બદામનું સેવન કરો છો, તો તે તમારા શરીરનું વજન વધારી શકે છે. 
કબજિયાતની સમસ્યા થઈ શકે છે
બદામમાં સામાન્ય રીતે ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તમે જાણો છો કે ફાઈબર તમારા  સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ વધુ પડતા ફાઈબર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. બદામના વધુ પડતાં  સેવનથી તમને તો પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે, જેના કારણે તમને ઝાડા, પેટનું ફૂલવું અને પેટમાં દુખાવો  જેવી સમસ્યાઓ  થઈ શકે છે.
એલર્જી થઈ શકે છે
કેટલાક લોકોને બદામ કે બદામના સેવનથી એલર્જીની ફરિયાદ થતી  હોય છે. તેમાં  પણ જો તમને અખરોટથી એલર્જી હોય તો બદામનું સેવન કરવાનું ટાળો. બદામના વધુ પડતાં સેવનથી તમને ગળામાં ખરાશ, હોઠ પર સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.