Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વધુ પડતો એસીનો વપરાશ જીવલેણ બની શકે છે, જાણો શું ધ્યાન રાખવું જરૂરી છે

રાજયમાં દિવસેને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકો આ કાળઝાળ ગરમીથી અકળાયા  છે. ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીનો રસ, ઠંડા પીણાપી રહ્યાં છે. તેમાં પણ આ વખતે ગરમીનું તાપમાન રેકોર્ડ બ્રેક નોંધાઈ રહ્યું છે .લોકો ગરમીથી રાહત મેળવવા કૂલર - એસીનો વપરાશ વધુ કરતા હોય છે .પણ શું તમે જાણો છો  કે એસીનો વધુ પડતો વપરાશ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે.ઘણીવારતો એવું પણ થા
11:37 AM May 04, 2022 IST | Vipul Pandya
રાજયમાં દિવસેને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકો આ કાળઝાળ ગરમીથી અકળાયા  છે. ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીનો રસ, ઠંડા પીણાપી રહ્યાં છે. તેમાં પણ આ વખતે ગરમીનું તાપમાન રેકોર્ડ બ્રેક નોંધાઈ રહ્યું છે .લોકો ગરમીથી રાહત મેળવવા કૂલર - એસીનો વપરાશ વધુ કરતા હોય છે .પણ શું તમે જાણો છો  કે એસીનો વધુ પડતો વપરાશ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે.
ઘણીવારતો એવું પણ થાય છે કે રાતે સાથે સૂતેલો વ્યક્તિ સવારે જીવતો પણ ના હોય .એસીના કંપ્રેસર પણ ફાટી જતા હોયછે. તેમાંથી બહાર નીકળેલી ઝેરી હવાથી મૃત્યુપણથઇ શકે છે .એસીમાં વધુ સમય સુધી સૂવાથી ઘણી  સમસ્યાઓ થઇ શકે છે .જો તમે પણ એસીનો વપરાશ કરો છો તો આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખજો .
ખાસ કરીને ઘણી વખત લોકોની ક્ષમતા કરતાઓછી કેપેસિટી વાળો એસી રૂમની અંદર લગાવતા હોય છે તેને કારણે ઘણી મુશ્કેલી પડતી હોય છે. જો રૂમ તમારો મોટો હોયતો ઓછામાં ઓછું બે ટનનું એસી લગાવવું જોઈએ. તેમજ ઓછી ક્ષમતાવાળો એસી લગાવવાથી તે એસી રૂમની અસર કેવી રીતે ઠંડુ કરી શકતો નથી .
એસીની સર્વિસ ઉનાળા પહેલા કરાવવી  જોઈએ .એ પણ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ પાસે કરાવવી જોઈએ .દિવસમાં  થોડીવાર  તમારે  રૂમ ના બારી -બારણા  થોડી વાર ખોલવા  જોઈએ .
ઘણીવાર  લોકો ગરમીથી રાહત  મેળવવા  માટે 16 કે 18 ડિગ્રી તાપમાનમાં ચલાવે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે .જોકે તમે રાતે એસીનું તાપમાન ઓછું રાખી શકો છો .તમે એકવાર એસી ચાલુ કરીને રૂમ ઠંડો  કરી શકો  છો . જો તમે આખો દિવસ  એસીમાં  રહેશો તો એ તમારા  સ્વાસ્થ્ય  માટે હાનિકારક  થઇ શકે છે .
Tags :
ConsumptionExcessiveACGujaratFirstTips
Next Article