JEE Main 2022ની પરીક્ષાની તારીખો જાહેર, જુઓ સંપૂર્ણ ટાઈમ ટેબલ
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE મેઇન 2022 પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે. આ પરીક્ષાઓ હવે 20 જૂનથી શરૂ થશે. મંગળવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જોઈન્ટ એન્ટ્રન્સ
એક્ઝામ (JEE) એપ્રિલ સત્ર માટે નોંધણી કરવાની છેલ્લી
તક હતી. JEE મુખ્ય પરીક્ષા 2022 માટે એડમિટ કાર્ડ 15 એપ્રિલ 2022 સુધીમાં જારી કરી શકાશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલના
બીજા સપ્તાહમાં પરીક્ષાના એડમિટ કાર્ડ જારી કરવામાં આવશે. પરીક્ષામાં એડમિટ કાર્ડ
પહેલાં સિટી ઇન્ટિમેશન સ્લિપ પણ જારી કરવામાં આવશે.
સુધારેલા સમયપત્રક મુજબ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે JEE 2022નું પ્રથમ સત્ર 21, 24, 25, 29 એપ્રિલ અને 1 અને 4 મે 2022ના રોજ યોજાશે. તેના ઉમેદવારોને સલાહ
આપવામાં આવે છે કે તેઓ નવીનતમ અપડેટ્સ માટે NTA (www.nta.ac.in) અને (https://jeemain.nta.nic.in/)ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહે. આ વર્ષે ઉમેદવારોને સંયુક્ત
પ્રવેશ પરીક્ષા (JEE-Main) માટે ચારને બદલે બે તક મળશે.
જણાવી દઈએ કે, JEE મેઈન 2022નું શેડ્યૂલ જાહેર થયા બાદથી વિદ્યાર્થીઓ સતત પરીક્ષાની તારીખોમાં
ફેરફારની માંગ ઉઠાવી રહ્યા હતા. વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે
કેટલીક રાજ્ય બોર્ડની પરીક્ષાઓ JEE મેનના પ્રથમ સત્ર સાથે ટકરાઈ રહી છે.
જેના કારણે પરીક્ષાની તારીખો લંબાવવામાં આવી છે.