રાજકોટમાં પૂર્વ સાળાએ પૂર્વ બનેવીની કરી હત્યા, જાણો સમગ્ર મામલો
રાજકોટ (Rajkot) શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વ સાળાએ પૂર્વ બનેવીનું ખૂન કર્યા નો બનાવ સામે આવ્યો છે. પોલીસે (Police) સમગ્ર મામલે પોતાના જ પૂર્વક બનેવીની હત્યા કરનારા આશિષ ધોપાર નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ચોથા માળેથી પટકાતા મોત થયું હતુંપ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસà«
12:50 AM Dec 21, 2022 IST
|
Vipul Pandya
રાજકોટ (Rajkot) શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વ સાળાએ પૂર્વ બનેવીનું ખૂન કર્યા નો બનાવ સામે આવ્યો છે. પોલીસે (Police) સમગ્ર મામલે પોતાના જ પૂર્વક બનેવીની હત્યા કરનારા આશિષ ધોપાર નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
ચોથા માળેથી પટકાતા મોત થયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 17મી ડિસેમ્બરના રોજ અજાણ્યો વ્યક્તિ રૈયાધારના બાર મળ્યા કોર્ટનના ચોથા માળેથી નીચે પટકાઈને મરણ પામ્યો હોવાની નોંધ પોલીસ ચોપડે નોંધાઈ હતી. દરમિયાન પોલીસે તપાસ કરતા મરણ જનાર અજાણી વ્યક્તિનું નામ સિકંદર ભાઈ સલીમભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ બાબતે મૃત્યુ પામનાર સિકંદર ભાઈ સોલંકીના નાનાભાઈ મુસ્તાકભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સિકંદર ભાઈ સોલંકીએ આશિષભાઈની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ બંનેએ છૂટાછેડા પણ લીધા હતા. જોકે સિકંદર ભાઈ છૂટાછેડા લીધા બાદ પોતાના દીકરાને મળવા પોતાની પૂર્વ પત્નીના ઘરે જતા હતા. ત્યારે પોતાના દીકરાને મળવા જતા હોય છે બાબતે આશિષભાઈ સાથે બોલાચાલી તેમજ ઝઘડો થતાં આશિષભાઈએ ચોથા મળેથી નીચે નાખી દઈ મારા ભાઈ સિકંદરનું મોત નીપજાવ્યું છે.
પૂર્વ સાળાએ ધક્કો માર્યો હતો
દરમિયાન પોલીસે આરોપી આશિષની ધરપકડ કરતા તેને પોતાની પૂછપરછમાં જણાવ્યું હતું કે, મૃત્યુ પામનાર સિકંદરે મારી બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમજ બાદમાં છૂટાછેડા પણ લઈ લીધા હતા. મૃત્યુ પામનાર અવારનવાર અમારા ઘરે આવી ઝઘડા કરતો હતો. તેમજ જે દિવસે તે મૃત્યુ પામ્યો તે દિવસે પણ તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો અને ઝપાઝપીમાં મેં તેને ધક્કો મારી નીચે પછાડી દેતા તેનું મૃત્યુ નીપજ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article