વન રક્ષક પેપર લીક મામલે યુવરાજસિંહે રજૂ કર્યા પુરાવા, કહ્યું- શિક્ષણ મંત્રીના મત વિસ્તારથી...
ગુજરાતમાં પેપર ફૂંટવું હવે સામાન્ય વાત બની ગઇ છે. વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારીઓમાં પોતાનું 100 ટકા આપી રહ્યા છે. પરંતુ બીજી તરફ રાજ્યમાં અવાર-નવાર પરીક્ષાના પેપર ફૂંટી રહ્યા છે જેનાથી હવે ઉમેદવારો પણ હેરાન થઇ ગયા છે. પરીક્ષા માટે તૈયારીઓ કરે કે નહીં હવે તે પણ તેમના માટે એક મોટો સવાલ બની ગયો છે. તાજેતરમાં વન રક્ષકનું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું. ત્યારબાદ
Advertisement
ગુજરાતમાં પેપર ફૂંટવું હવે સામાન્ય વાત બની ગઇ છે. વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારીઓમાં પોતાનું 100 ટકા આપી રહ્યા છે. પરંતુ બીજી તરફ રાજ્યમાં અવાર-નવાર પરીક્ષાના પેપર ફૂંટી રહ્યા છે જેનાથી હવે ઉમેદવારો પણ હેરાન થઇ ગયા છે. પરીક્ષા માટે તૈયારીઓ કરે કે નહીં હવે તે પણ તેમના માટે એક મોટો સવાલ બની ગયો છે. તાજેતરમાં વન રક્ષકનું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું. ત્યારબાદ હવે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા સરકારની જાટકણી કાઢી છે.
વન રક્ષક પેપર લીક મામલે આજે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી, જેમા તેમણે પોતાની વાતને રજૂ કરતા કહ્યું કે, આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું હતું કે, જો તમારી પાસે પુરાવા હશે તો અમે કાર્યવાહી કરીશું, તો હવે અમારી પાસે આ મામલે પુરાવા છે જે અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. વન રક્ષકનું પેપર સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરવામાં આવ્યું હતું. આ પેપર ચાલુ પરીક્ષા દરમિયાન ફોરવર્ડ કરવામાં આવ્યું હતું. જોકે, આ એક પુરાવો નથી, જે પેપર છે તેનો સમય 12થી 2 નો હતો, પરંતુ આ દરમિયાન પેપર વોટ્સએપના બીજા ગ્રુપમાં 1.05 વાગ્યે વાયરલ થયું હતું. આ સિવાય બીજો પુરાવો તે ફલિત કરે છે કે આ પેપર સોશિયલ મીડિયાના બીજા ગ્રુપમાં એટલે કે વોટ્સ એપના બીજા ગ્રુપમાં 1.04 કલાકે વાયરલ થયું હતું. જે વ્યક્તિ દ્વારા આ વાયરલ કરવામાં આવેલું છે, તેમના નંબર પણ અમે અહીં રાખેલા છે. આ નંબર ઉપરથી કહી શકાય છે કે, રાજ્યના શિક્ષણ મંત્રી જે જગ્યાએથી આવે છે તેવા ભાવનગરમાંથી આ પેપર વાયરલ થયું છે. ભાવનગરના પાલિતાણામાં ચાલી રહેલી સંસ્થાથી આ પેપર વાયરલ થયું છે. આ સિવાય પેપર અન્ય જિલ્લાઓમાંથી વાયરલ થયું છે.
યુવરાજ સિંહ જાડેજાએ મીડિયા સમક્ષ તે તમામ પુરાવા રજૂ કર્યા જે આ મામલે સરકાર માંગી રહી છે. યુવરાજસિંહે કહ્યું કે, ઘણી એવી શાળાઓ છે કે જ્યા માસ્ક ચીટિંગના બનાવો બન્યા છે જેના અમે નામ જોગ અને જે સીટ પર જેણે ખોટું કર્યું છે તે જોગ અમે તે તમામ માહિતી આપી રહ્યા છીએ. આ અમે રજૂ કરી રહ્યા છે જેના પર તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે. હવે આ સમગ્ર મામલાને પેપર લીક ગણવું કે કોપી કેસ ગણવું જેને અમે જાહેર જનતા જોગ મુકીએ છીએ.