Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રખ્યાત ગાયક KKના નિધન પર PM મોદી સહિત તમામ લોકોએ વ્યક્ત કર્યો શોક

પ્રખ્યાત ગાયક કેકે (કૃષ્ણકુમાર કુન્નાથ)નું મંગળવારે કોલકાતામાં નિધન થયું છે. જ્યારે કેકે કોન્સર્ટમાં લગભગ એક કલાક સુધી ગીતો ગાયા પછી તેમની હોટલ પરત ફર્યા ત્યારે તેમણે ખરાબ તબિયતની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને કોલકાતાની CMRI હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. કેકે 53 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. કેકે હિન્દીમાં 200 થી વધુ ગીàª
02:17 AM Jun 01, 2022 IST | Vipul Pandya
પ્રખ્યાત ગાયક કેકે (કૃષ્ણકુમાર કુન્નાથ)નું મંગળવારે કોલકાતામાં નિધન થયું છે. જ્યારે કેકે કોન્સર્ટમાં લગભગ એક કલાક સુધી ગીતો ગાયા પછી તેમની હોટલ પરત ફર્યા ત્યારે તેમણે ખરાબ તબિયતની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમને કોલકાતાની CMRI હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. 
કેકે 53 વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. કેકે હિન્દીમાં 200 થી વધુ ગીતો ગાઇ ચુક્યા છે. કેકેના નિધન પર વડાપ્રધાન અને દેશની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું, 'પ્રસિદ્ધ ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળ અવસાન વિશે સાંભળીને દુઃખ થયું. તેમના ગીતોમાં અભિવ્યક્તિની વિશાળ શ્રેણી છે. અમે તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.'

ગૃહમંત્રી અમિત શાહે પણ કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું, કેકે ખૂબ જ પ્રતિભાશાળી અને બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયક હતા. તેમનું અકાળ અવસાન ખૂબ જ દુઃખદ છે અને ભારતીય સંગીતને મોટી ખોટ છે. પોતાના ભેટ સ્વરૂપે મળેલા અવાજથી તેમણે અસંખ્ય સંગીત પ્રેમીઓના મન પર અમીટ છાપ છોડી છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ શાંતિ

આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કેકેના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટર પર લખ્યું કે, કૃષ્ણકુમાર કુન્નાથ, જેને પ્રેમથી KK તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી સર્વતોમુખી ગાયકોમાંના એક હતા. તેમના ભાવપૂર્ણ અવાજે આપણને ઘણા યાદગાર ગીતો આપ્યા. ગઈકાલે રાત્રે તેમના અકાળ અવસાનના સમાચારથી દુઃખ થયું. તેમના પરિવાર અને વિશ્વભરના પ્રશંસકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.

ગાયક કેકેનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નાથ છે. 23 ઓગસ્ટ 1968ના રોજ, એક હિન્દુ મલયાલી માતા-પિતા સી.એસ. મેનન અને કુનાથ કનકવલ્લીના ઘર દિલ્હીમાં તેમનો જન્મ થયો હતો. અહીં જ તેમનો ઉછેર થયો હતો. તેઓ દિલ્હીના માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચુક્યા છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીની કિરોરી માલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. કેકેએ 1991માં તેમની બાળપણની પ્રેમિકા જ્યોતિ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર નકુલ કૃષ્ણ કુન્નાથ અને એક પુત્રી છે.
કેકેએ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ભાષાઓમાં ગીતો ગાયા છે. બોલિવૂડમાં પ્રવેશતા પહેલા, કેકે 4 વર્ષની ઉંમરે લગભગ 11 ભાષાઓમાં 3,500 જિંગલ્સ ગાયા હતા. ખાસ વાત એ છે કે, કેકેએ ક્યારેય સંગીતની કોઈ ઔપચારિક તાલીમ લીધી નથી.
આ પણ વાંચો - કોલકાતામાં એક કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેક આવતા સિંગર કેકેનું નિધન
Tags :
BollywoodGujaratFirstKKDeathKKPassesAwayKKSingerKolkata
Next Article