Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિશ્વમાં પ્રતિવર્ષ 2 કરોડ,10 લાખ લોકોની માનવ તસ્કરી, વર્ષે 50 લાખ લોકોની તસ્કરી માત્ર સેક્સ ટ્રાફિકીંગ માટે

-ભારતના ૩૯૨ કરતાં વધારે જિલ્લાઓમાં બાળતસ્કરી, માનવતસ્કરીનું નેટવર્ક -દેશમાં બાળતસ્કરી કરતી ૮૦૦ ગેંગના પાંચ હજાર કરતાં પણ વધુ સભ્યો સક્રિય- ભારતમાં બાળમાનવ તસ્કરીનો વર્ષે ૩૫૦૦ કરોડનો વેપાર - વિશ્વમાં પ્રતિવર્ષ 50 લાખ લોકોનું સેક્સ માટે ટ્રાફિકિંગ - ભારતમાં પ્રતિવર્ષ  સરેરાશ 1 લાખ બાળકો ગુમ થવાની ફરીયાદ - ભારતમાં સરેરાશ ૧૮૦ બાળકો રોજ ગાયબ થાય છે - ભારતમાં દરરોજ ગુમ થતા બાળકોમાં 55à
04:49 PM Jan 09, 2023 IST | Vipul Pandya
-ભારતના ૩૯૨ કરતાં વધારે જિલ્લાઓમાં બાળતસ્કરી, માનવતસ્કરીનું નેટવર્ક 

-દેશમાં બાળતસ્કરી કરતી ૮૦૦ ગેંગના પાંચ હજાર કરતાં પણ વધુ સભ્યો સક્રિય

- ભારતમાં બાળમાનવ તસ્કરીનો વર્ષે ૩૫૦૦ કરોડનો વેપાર 

- વિશ્વમાં પ્રતિવર્ષ 50 લાખ લોકોનું સેક્સ માટે ટ્રાફિકિંગ 
- ભારતમાં પ્રતિવર્ષ  સરેરાશ 1 લાખ બાળકો ગુમ થવાની ફરીયાદ 
- ભારતમાં સરેરાશ ૧૮૦ બાળકો રોજ ગાયબ થાય છે 

- ભારતમાં દરરોજ ગુમ થતા બાળકોમાં 55ટકા છોકરીઓ હોય છે 

યુનાઈડેટ નેશન્સના રિપોર્ટ પ્રમાણે દર વર્ષે આશરે 2 કરોડ 10 લાખ લોકો વિશ્વમાં ટ્રાફિકિંગનો ભોગ બને છે.જેમાંથી માત્ર 25,000 કેસ જ ઉકેલી શકાય છે. જે આંકડા માત્ર હિમશીલાની ટોચ જેટલા છે. કુલ  ટ્રાફિકીંગમાં અંદાજે 16 લાખ લોકોનું મજૂરી માટે ટ્રાફિકિંગ કરવામાં આવે છે. આ પૈકી 3 લાખ 18 વર્ષથી ઓછી વયના હોય છે. 50 લાખ લોકોનું સેક્સ માટે ટ્રાફિકિંગ કરવામાં આવે છે, 99 ટકા મહિલાઓ સેકસ ટ્રાફિકિંગનો ભોગ બને છ. જે પૈકી 70 ટકા એશિયામાં થાય છે. જ્યારે યુરોપમાં 14 ટકા, આફ્રિકામાં  8 ટકા, અમેરિકામાં  4 ટકા અને 1 ટકા આરબ દેશોમાં થાય છે. જ પૈકી દસ લાખ લોકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોય છે.
આ કાળા કારોબારમાં દરેક વર્ગના લોકો છે શામેલ 

દેશના ૩૯૨ કરતાં વધારે જિલ્લાઓમાં બાળતસ્કરી, માનવતસ્કરી કરતા લોકોનું આખું નેટવર્ક ફેલાયેલું છે. દેશમાં બાળતસ્કરી કરતી ૮૦૦ ગેંગના ૫૦૦૦ કરતાં પણ વધુ સભ્યો સક્રિય છે. સામાન્ય સ્થાનિક મહિલાઓથી માંડી રાષ્ટ્રીય સ્તરે શ્રીમંત લોકો પણ આ કાળા કારોબારમાં સામેલ હોય છે. ગ્લોબલ સિટિઝન્સ ટ્રસ્ટના રિપોર્ટનું માનીએ તો ભારતમાં બાળમાનવ તસ્કરીનો વર્ષે ૩૫૦૦ કરોડનો વેપાર છે. ભિખારી ગેંગ પ્લેસમેન્ટ એજન્સી, બંધિયા મજદૂર, બાળમજૂરી, દેહવેપાર અને શરીરના અંગોના વેપાર માટે આ તસ્કરી કરવામાં આવે છે. બાળકોનું અપહરણ કરી. બીજા રાજ્યમાં ભીખ મંગાવવામાં આવે છે કે પછી બંધિયા મજૂરી કરાવવામાં આવે છે કે, પછી વિદેશમાં વેચી દેવામાં આવે છે. નાની છોકરી હોય તો તેને દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવે છે.
કયા વિસ્તારોના બાળકો સોફ્ટ ટાર્ગેટ ?
તસ્કરો દેશના પછાત વિસ્તારોમાં સ્થાનિકને સાધી બાળકીઓને શહેરમાં લઈ આવે છે અને પછી તેને વેચી મારે છે.  ગુમ થતાં બાળકોમાં ૬થી ૯ વર્ષનાં બાળકો-બાળકોઓની સંખ્યા વધુ હોય છે. ગરીબ, ઝૂંપડપટ્ટી વિસ્તાર , રેલવે સ્ટેશનો,  ભીડભાડવાળાં જાહેર સ્થળો, શાળા, સરકારી હોસ્પિટલ વગેરે તસ્કરોના નિશાને હોય છે. આવાં સ્થળોએ માતા-પિતાઓએ થોડી વધારે સાવચેતી રાખવાની જરૂર છે.
ભારતમાં પ્રતિવર્ષ  સરેરાશ 1 લાખ બાળકો ગુમ થવાની ફરીયાદ 
દર વર્ષે ભારતનાં વિવિધ રાજ્યોમાં સરેરાશ એક લાખ જેટલાં બાળકો ગુમ થયાની ફરિયાદો નોંધાવવામાં આવે છે. સરેરાશ ૧૮૦ બાળકો રોજ ગાયબ થાય છે, જેમાંથી ૫૫% છોકરીઓ હોય છે. ગુમ થયેલાં બાળકોમાંનાં ૪૫% બાળકો યૌનશોષણ, માનવઅંગોના વેપાર, ભીખ માંગતી ગેંગનો શિકાર બની જાય છે.
યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના આંકડા મુજબ વિશ્વમાં જેટલી માનવ તસ્કરી થાય છે, તેમાં ૫૦ ટકા બાળકો હોય છે.
બાળતસ્કરી થકી તસ્કરોને દર વર્ષે ૧૦ અરબ ડૉલરની કમાણી

બાળતસ્કરી થકી તસ્કરોને દર વર્ષે ૧૦ અરબ ડૉલરની કમાણી થાય છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન મુજબ દેશમાં ૧૮ લાખ બાળકો સેક્સ ઇન્ડસ્ટ્રીઝમાં શોષાઈ રહ્યાં છે. બ્રિટનમાં દર વર્ષે ૧૩,૦૦૦ બાળકો ગુમ થઈ જાય છે. ચીનમાં છેલ્લા એક દાયકામાં ૩.૭ કરોડ બાળકો ગુમ થઈ ગયાં છે. બેલ્જિયમમાં દર વર્ષે ૨૯૨૮, રોમાનિયામાં ૨૩૫૪, બાળકો ગુમ થઈ જાય છે.
આ પણ વાંચોઃ  અમદાવાદના કાલુપુરથી બાળકના અપહરણ કેસની તપાસમાં વધુ એક માનવ તસ્કરીનો ખુલાસો થયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GujaratFirsthumantraffickhumantraffickingvictimsworld
Next Article