Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આખરે UK વડાપ્રધાન બોરિસ જોનસનની ખુરશી બચી ગઈ, વિશ્વાસ મત જીત્યો

બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસનની ખુરશી ખતરમાં દેખાઇ રહી હતી. જે ખતરો હવે ટળી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. જીહા, તેમની સામે રજૂ કરવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્ત તેમણે પસાર કરી દીધી છે. ત્યારબાદ જોનસને તેમની આ જીતને 'સારા સમાચાર' અને 'નિર્ણાયક પરિણામ' ગણાવ્યું છે.બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસનની ખુરશી છોડવાની અટકળોએ જોર પકડ્યું હતું. તેમના યુકેના PM પદ પર ચાલુ રહેવા અંગે શંકાઓ
03:34 AM Jun 07, 2022 IST | Vipul Pandya
બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસનની ખુરશી ખતરમાં દેખાઇ રહી હતી. જે ખતરો હવે ટળી ગયો હોવાનું સામે આવી રહ્યું છે. જીહા, તેમની સામે રજૂ કરવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્ત તેમણે પસાર કરી દીધી છે. ત્યારબાદ જોનસને તેમની આ જીતને "સારા સમાચાર" અને "નિર્ણાયક પરિણામ" ગણાવ્યું છે.
બ્રિટેનના વડાપ્રધાન બોરિસ જોનસનની ખુરશી છોડવાની અટકળોએ જોર પકડ્યું હતું. તેમના યુકેના PM પદ પર ચાલુ રહેવા અંગે શંકાઓ પણ સેવાઇ રહી હતી. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે, યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન, બોરિસ જોનસને વિશ્વાસ મત જીતી લીધો છે. કુલ 211 ટોરી સાંસદોએ જોનસનની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 148એ તેમની વિરુદ્ધમાં મતદાન કર્યું. 1922 સમિતિના અધ્યક્ષ, સર ગ્રેહામ બ્રેડીએ સ્થાનિક સમય અનુસાર રાત્રે 9 વાગ્યે પરિણામોની જાહેરાત કરી.

કન્ઝર્વેટિવ પાર્ટીના વર્તમાન નિયમો અનુસાર, જોનસન હવે ઓછામાં ઓછા એક વર્ષ માટે બેકબેન્ચ ચેલેન્જથી સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે કે, યુકેના વડાપ્રધાનને અવિશ્વાસનો મત ટાળવા માટે 180 સાંસદોના સમર્થનની જરૂર હતી. જોકે, તેમા તેઓ આ સમર્થન મેળવવામાં સફળ રહ્યા છે. મહત્વનું છે કે, વોટ ગુપ્ત મતદાન તરીકે હાથ ધરવામાં આવે છે. જોનસને મતદાન મળી ગયા બાદ તુરંત જ કહ્યું હતું કે, "મને લાગે છે કે તે ખૂબ જ સારું, સકારાત્મક, નિર્ણાયક, નિર્ણાયક પરિણામ છે જે અમને એક થવા માટે આગળ વધવા માટે સક્ષમ બનાવે છે." 
મતદાન પહેલા, ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં કહ્યું: "આજની રાત એ મહિનાઓની અટકળોનો અંત લાવવાની અને સરકારને એક રેખા દોરવાની અને લોકોની પ્રાથમિકતાઓને પૂર્ણ કરવામાં આગળ વધવાની તક છે." ઉલ્લેખનીય છે કે, બ્રિટનના વિદેશ અને આરોગ્ય સચિવ જેરેમી હંટ બેકબેન્ચ બળવામાં મોખરે હતા. તેમણે ગુપ્ત મતદાનમાં ફેરફાર માટે મત આપવા માટે પક્ષને આહ્વાન કર્યું હતું.
આ પણ વાંચો - યુ.કેના વડા પ્રધાન બોરિસ જોન્સનની ખુરશી ખતરામાં
Tags :
BorisJohnsonBritainBritainPMBritainPrimeMinisterGujaratFirstNoConfidenceMotionPartygateScandalTrustVoteukUKPMUKPrimeMinister
Next Article