Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે પણ બોલિવૂડમાં વાગે છે શાહરૂખનો ડંકો, દર્શકોએ પઠાનનો આપ્યો ધમાકેદાર રિવ્યૂ

જે ક્ષણની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇને બેઠા હતા તે હવે આવી ચુક્યો છે. જીહા, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન વિવાદો વચ્ચે આખરે આજે રિલીઝ થઇ ગઇ છે. શાહરૂખ ખાનની પઠાન ફિલ્મને જોવા માટે લોકો મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં પહોંચી રહ્યા છે. 4 વર્ષ બાદ શાહરૂખ ખાને સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. જે લોકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મનો પહેલો શો જોયો છે તેઓ તેનો રિવ્યૂ શેર કરી રહ્યા છે, જેને જોઈને લાગે છà«
06:54 AM Jan 25, 2023 IST | Vipul Pandya
જે ક્ષણની સૌ કોઇ આતુરતાથી રાહ જોઇને બેઠા હતા તે હવે આવી ચુક્યો છે. જીહા, શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન વિવાદો વચ્ચે આખરે આજે રિલીઝ થઇ ગઇ છે. શાહરૂખ ખાનની પઠાન ફિલ્મને જોવા માટે લોકો મોટી સંખ્યામાં સિનેમાઘરોમાં પહોંચી રહ્યા છે. 4 વર્ષ બાદ શાહરૂખ ખાને સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. જે લોકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મનો પહેલો શો જોયો છે તેઓ તેનો રિવ્યૂ શેર કરી રહ્યા છે, જેને જોઈને લાગે છે કે Boycott 'પઠાન' પર કોઈ અસર થઈ નથી. 
4 વર્ષ પછી મોટા પડદા પર જોવા મળશે શાહરૂખ
બોલિવૂડને છેલ્લા ઘણા સમયથી BoycottBollywood  ગેગનો સામનો કરવો પડી રહ્યો છે. સાઉથની ફિલ્મોના સારા પ્રદર્શન અને બોલિવૂડના સતત ખરાબ કન્ટેન્ટના કારણે લોકો પણ બોલિવૂડથી ઘણા ગુસ્સામાં છે. જોકે, બ્રહ્માસ્ત્ર અને દ્રશ્યમ -2 ના હીટ થયા બાદ લોકો એકવાર ફરી બોલિવૂડ તરફ વળ્યા અને હવે જ્યારે શાહરૂખની ફિલ્મ પઠાન રિલીઝ થઇ તો લોકો મોટી સંખ્યામાં સિનેમાઘરો સુધી પહોંચી રહ્યા છે. પઠાન ફિલ્મ જોવા માટે લોકો પોતાના પરિવાર સાથે થિયેટરોની બહાર પહોંચી ગયા છે. શાહરૂખ-દીપિકાની ફિલ્મ પઠાનના એડવાન્સ બુકિંગે પણ અત્યાર સુધીના રેકોર્ડ તોડ્યા છે. દર્શકો શાહરૂખ ખાનને 4 વર્ષ પછી મોટા પડદા પર જોવા માટે પહેલાથી જ ઉત્સુક હતા અને થિયેટરોની બહાર જોવા મળેલી ભીડ દર્શાવે છે કે ફિલ્મ સુપરહિટ થવાની છે. 

જાણો કેવા છે ફિલ્મ પઠાનના રિવ્યૂ
મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર્સ પઠણને સારો રિવ્યૂ આપી રહ્યા છે. ચાહકો શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે. ફિલ્મની ઘણી ક્લિપ્સ અને ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. જોકે, કેટલાક ટ્વિટર યૂઝર્સે ફિલ્મને એવરેજ ગણાવી છે. કેટલાક કહે છે કે ફિલ્મનો VFX ખરાબ છે અને વાર્તા કંઈ ખાસ નથી. વળી, કેટલાક ટ્વિટર યૂઝર્સે સલમાન-શાહરૂખને એક સાથે જોવા માટે પૈસા આપ્યા છે. જણાવી દઈએ કે, લોકો ફિલ્મ 'પઠાન'ની રિલીઝને તહેવારની જેમ સેલિબ્રેટ કરી રહ્યા છે. શાહરૂખ ખાનના ડાયહાર્ટ ચાહકોએ લોકોને વિનંતી કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે સંબંધિત કોઈપણ સ્પોઈલર, કોઇ છબી અથવા વીડિયો શેર ન કરે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો રોલમાં જોવા મળશે.
સવારના 7 વાગ્યાથી જ સિનેમાઘરોની બહાર દર્શકો એકઠા થયા  
દેશમાં શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' જોવા માટે દર્શકો સવારે 7 વાગ્યાથી જ સિનેમાઘરોની બહાર પહોંચી ગયા હતા. કેટલાક દર્શકોએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું જ્યારે ઓનલાઈન ટિકિટ ન મળતા તેઓ વહેલી સવારે મલ્ટીપ્લેક્સમાં પહોંચી ગયા હતા. સવારે 7 વાગ્યાનો શો જોવા માટે શાહરૂખના ચાહકો સિનેમા હોલની બહાર લાઈનમાં ઉભા હતા. આવી જ કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
વિશ્વભરમાં 7700 સ્ક્રીનો પર ફિલ્મ પઠાન થઇ રિલીઝ
લોકોએ 'પઠાન' ફિલ્મ વિશે ટ્વિટર પર તેમની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે. તરણ આદર્શે ટ્વિટર પર લખ્યું હતું- શાહરૂખ ખાનની ફિલ્મ દેશભરમાં 5200 સ્ક્રીનો પર રજૂ કરવામાં આવી છે, જે ત્રણેય ભાષાઓ હિન્દી, તમિલ અને તેલુગુમાં જોવા મળે છે. વળી, આ ફિલ્મ વિશ્વભરમાં 2500 સ્ક્રીનો પર જોવા મળે છે, એટલે કે વિશ્વવ્યાપી, આ ફિલ્મ 7700 સ્ક્રીનો પર રિલીઝ થઈ છે.
આ પણ વાંચો - રિલીઝ પહેલા વિદેશમાં કરોડોની કમાણી કરી રહી છે 'પઠાન'

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
audienceBollywoodGreatReviewGujaratFirstPathaanPathaanFilmPathaanMovieReviewSalmanKhanshahrukhkhan
Next Article