Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વ ભલે ભૂલ્યું કોરોના, આ દેશમાં આજે પણ છે તેની ભયાનક અસર, લાગુ કરવું પડ્યું છે લોકડાઉન

આજે સમગ્ર વિશ્વમાં ભલે કોરોના વાયરસના કેસ ઓછા થઇ ગયા હોય પરંતુ આજે પણ એક દેશ તેની ઝપટમાંથી પોતાને સુરક્ષિત કરવામાં અસમર્થ રહ્યો છે. અહીં અમે ચીનની વાત કરી રહ્યા છે. જ્યાથી આ વાયરસની શરૂઆત થઇ ત્યા આજે પણ તેનાથી હાહાકાર મચ્યો છે. ઘણા શહેરોમાં સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. ઘણા એવા વિસ્તાર છે કે જયા રસ્તા સૂમસાન બન્યા છે. જણાવી દઇએ કે, ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંà
વિશ્વ ભલે ભૂલ્યું કોરોના  આ દેશમાં આજે પણ છે તેની ભયાનક અસર  લાગુ કરવું પડ્યું છે લોકડાઉન
આજે સમગ્ર વિશ્વમાં ભલે કોરોના વાયરસના કેસ ઓછા થઇ ગયા હોય પરંતુ આજે પણ એક દેશ તેની ઝપટમાંથી પોતાને સુરક્ષિત કરવામાં અસમર્થ રહ્યો છે. અહીં અમે ચીનની વાત કરી રહ્યા છે. જ્યાથી આ વાયરસની શરૂઆત થઇ ત્યા આજે પણ તેનાથી હાહાકાર મચ્યો છે. ઘણા શહેરોમાં સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. ઘણા એવા વિસ્તાર છે કે જયા રસ્તા સૂમસાન બન્યા છે. જણાવી દઇએ કે, ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. બુધવારે કોરોના સંક્રમણના 31,454 કેસ નોંધાયા છે.
લોકોને ઘરેથી કામ કરવાની આપવામાં આવી સલાહ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસી છતાં ચીનમાં વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. ત્યાંની સરકાર એક પછી એક શહેરને લોક કરી રહી છે. લોકોને ઘરની બહાર નીકળવાની છૂટ નથી. વહીવટીતંત્ર બહારથી પ્લેકાર્ડ લગાવીને લોકોના ઘરોને તાળા મારી રહ્યું છે. ચીનમાં રોગચાળાની શરૂઆત પછી આ ઉચ્ચતમ સ્તર છે. આ પછી, ઘણા શહેરોમાં ફરી એકવાર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. શાળાઓને પણ ઓનલાઈન વર્ગો લેવા માટે કહેવામાં આવ્યું છે અને રેસ્ટોરાં પણ બંધ કરવામાં આવ્યા છે. આ સાથે લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે.  બુધવારે નેશનલ હેલ્થ બ્યુરોના આંકડાએ બધાને ચોંકાવી દીધા છે. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ ચીનની સરકાર લોકડાઉન, મુસાફરી પર પ્રતિબંધની સાથે રસીકરણને ઝડપી બનાવી રહી છે, જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય.
ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોના બેકાબૂ
પશ્ચિમી દેશોમાં રોગચાળાની ચરમસીમાએ અને ચીનની 1.4 અબજની વિશાળ વસ્તીની સરખામણીમાં આ સંખ્યા પ્રમાણમાં ઓછી છે. પરંતુ બેઇજિંગની કડક શૂન્ય-કોવિડ નીતિ હેઠળ, નાનો પ્રકોપ પણ આખા શહેરોને બંધ કરી શકે છે. ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે અહીં લોકડાઉન હેઠળ કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પાર્ક, ઓફિસ અને શોપિંગ મોલ બંધ કરી દેવામાં આવ્યા છે. બેઇજિંગના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર ચાઓયાંગ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ચાઓયાંગ આરોગ્ય અધિકારીઓએ લોકોને શક્ય તેટલું ઘરની અંદર રહેવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના ઘણા મોટા શહેરોમાં ઘણા પ્રવાસી આકર્ષણો, જીમ અને પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે. કોન્સર્ટ જેવા મોટા પાયે કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ચીનના ઘણા શહેરોએ ગયા અઠવાડિયે મોટા પાયે કોવિડ ટેસ્ટિંગ બંધ કરી દીધું હતું. જોકે, બાદમાં કેટલાક શહેરો ફરીથી કોરોના ટેસ્ટિંગનો આગ્રહ કરી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.