મહિલા બુટલેગરે શરાબનો વ્યવસાય તો છોડયો પણ, આખરે શું થયું
વડોદરામાં દીકરીને IPS બનાવવા મહિલા બુટલેગરે શરાબનો વ્યવસાય છોડી અન્ય વ્યવસાય અપનાવ્યો પરંતુ પાલિકા ની એક ભૂલે આખી મહેનત પર પાણી ફેરવી દીધું.લાયસન્સના અભાવે મહિલાએ ઉદ્ઘાટન ના બીજા જ દિવસે ફ્રૂટની લારી બંધ કરી દેવી પડી. પોલીસની શી ટીમને ઘટનાની જાણ થઇ તો શી ટીમે ફરીથી મહિલાની મદદ કરી તેને પગભર થવામાં મદદ કરી હતી. મહિલા પરિવારનું ગુજરાન ચલાવવા શરાબ વેચતીપ્રાપ્ત માહિતી મુજબ વડોદરા àª
Advertisement
વડોદરામાં દીકરીને IPS બનાવવા મહિલા બુટલેગરે શરાબનો વ્યવસાય છોડી અન્ય વ્યવસાય અપનાવ્યો પરંતુ પાલિકા ની એક ભૂલે આખી મહેનત પર પાણી ફેરવી દીધું.લાયસન્સના અભાવે મહિલાએ ઉદ્ઘાટન ના બીજા જ દિવસે ફ્રૂટની લારી બંધ કરી દેવી પડી. પોલીસની શી ટીમને ઘટનાની જાણ થઇ તો શી ટીમે ફરીથી મહિલાની મદદ કરી તેને પગભર થવામાં મદદ કરી હતી.
મહિલા પરિવારનું ગુજરાન ચલાવવા શરાબ વેચતી
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા શોભના બેન ગોરખા તેમની બે દીકરીઓ સાથે રહે છે તેમના પતિનું અવસાન થયા બાદ તેમને બે દીકરીઓને ભણાવવા તેમજ પરિવારનું ગુજરાન ચલાવવા દેશી શરાબના વ્યવસાયનો માર્ગ અપનાવ્યો હતો.માથે બે દીકરીઓની જવાબદારી તેમજ પોતે દિવ્યાંગ હોવાથી તેઓ શરાબનો વ્યવસાય છોડવા તૈયાર ન હતા.
શરાબનો વ્યવસાય છોડવા પોલીસની સમજાવટ
વડોદરા શહેર પોલીસની શી ટીમે આ પ્રકારનો વ્યવસાય કરતી મહિલાઓનું કાઉન્સિલીંગ કરી તેમને શરાબનો વ્યવસાય છોડી પગભર થવા અન્ય માર્ગ અપનાવવા સમજાવટ કરવામાં આવી હતી.જેમાં શોભના બેન ગોરખા પોતે પણ સામેલ હતા.પોલીસની શી ટીમે શરાબનો વ્યવસાય છોડી સુધારા તરફ વળેલી તમામ મહિલાઓને એક NGOની મદદથી યોગ્ય વ્યવસાય કરવાની તાલીમ અપાવી સાથે જ નવો વ્યવસાય શરૂ કરવા પૂરતી મદદ પણ કરી હતી.
પાલિકાની ટીમે લારી બંધ કરાવી
શોભના બહેને પોતે પગભર થવા તેમના ઘર નજીક ફ્રૂટનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું જેથી શી ટીમ દ્વારા વ્યવસાય શરૂ કરવા માટેની તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી.પરંતુ વડોદરા મહાનગર પાલિકાના આકરા વલણના કારણે શોભના બેનનું નવો વ્યવસાય શરૂ કરવાનું સપનું રોળાઈ ગયું.શોભના બહેને ફતેગંજ વિસ્તારમાં ફ્રૂટની લારી શરૂ તો કરી દીધી પરંતુ ઉદઘાટન કરતાની સાથે જ વડોદરા પાલિકાએ લારી ચલાવવા લાયસન્સ લેવું પડશે તેવું કારણ આગળ ધરી લારી બંધ કરાવી દીધી.
પોલીસની શી ટીમે લાયસન્સ મેળવવા દોડધામ કરી
શરાબ નો વ્યવસાય છોડી અન્ય વ્યવસાય તરફ વળેલા શોભના બહેનને પાલિકાના ક્રૂર વલણનો કડવો અનુભવ થતા તેમણે પોલીસની શી ટીમને સમગ્ર મામલાની જાણ કરી હતી જેથી એસીપી રાધિકા ભારાઇ અને શી ટીમ દ્વારા શોભના બહેનને વ્યવસાય માટે લાયસન્સ અપાવવા પાલિકાની કચેરીઓમાં ભારે દોડધામ કરવી પડી હતી.શી ટીમ દ્વારા વ્યવસાય માટે જરૂરી એવા લાઇસન્સ માટે પાલિકાની વોર્ડ 3ની કચેરી ખાતે અરજી આપવામાં આવી છે તો સાથે જ શોભનાબેન ને સાથે રાખી પાલિકાના ઉચ્ચ અધિકારી ને મદદરૂપ થવા રજૂઆત કરવામાં આવી છે.
શી ટીમની સરાહનિય કામગિરી
મહત્વનું છે કે વડોદરા શહેર પોલીસની શી ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા તેમજ ઉત્થાન માટે અનેક સરાહનીય કામો કરવામાં આવ્યા છે અને સમાજ માં પોલીસની છબી બદલી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે શી ટીમની કામગીરીની સમગ્ર શહેરમાં સરાહના થઈ રહી છે.