Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે ભલે હું મારી માતાને ના મળી શક્યો, પણ લાખો માતાઓએ મને આશીર્વાદ આપ્યા

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે ભાજપ દ્વારા સમાજ સેવાના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી 8 ચિત્તા છોડ્યા બાદ મહિલા સ્વ-સહાય જૂથ સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે જનતાને સંબોધતા કહ્યું કે, 'આજે મારા જન્મદિવસના અવસર પર હું મારી માતાને મળી શક્યો નથી પરંતુ મને દેશની માતાઓના આશà
આજે ભલે હું મારી માતાને ના મળી શક્યો  પણ લાખો માતાઓએ મને આશીર્વાદ આપ્યા
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજે 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે ભાજપ દ્વારા સમાજ સેવાના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી 8 ચિત્તા છોડ્યા બાદ મહિલા સ્વ-સહાય જૂથ સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે જનતાને સંબોધતા કહ્યું કે, 'આજે મારા જન્મદિવસના અવસર પર હું મારી માતાને મળી શક્યો નથી પરંતુ મને દેશની માતાઓના આશીર્વાદ મળ્યા છે.'
 પીએમ મોદીએ કહ્યું કે આ દિવસે સામાન્ય રીતે મારો પ્રયાસ હોય છે કે હું મારી માતા પાસે જાઉં, તેમના ચરણ સ્પર્શ કરું અને આશીર્વાદ માંગું. પરંતુ આજે હું મારી માતા પાસે ન જઈ શક્યો, પરંતુ મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોમાં, અન્ય સમાજોમાંથી, ગામડે ગામડે મહેનત કરતી લાખો માતાઓ આજે અહીં મને આશીર્વાદ આપી રહી છે. આજે જ્યારે મારી માતા આ દ્રશ્ય જોશે ત્યારે તેમને ચોક્કસ સંતોષ થશે કે ભલે આજે દીકરો અહીં નથી આવ્યો પણ લાખો માતાઓએ તેને આશીર્વાદ આપ્યા છે. મારી માતા આજે વધુ ખુશ થશે.
નામીબિયાથી આવેલા 8 ચિત્તાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, 'મને એ વાતની પણ ખુશી છે કે આજે 75 વર્ષ બાદ ચિત્તા ભારતની ધરતી પર પરત આવ્યા છે. આજે  મને કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડવાનો લહાવો મળ્યો હતો. આજે હું આ મંચ પરથી આખી દુનિયાને સંદેશ આપવા માંગુ છું કે લગભગ 75 વર્ષ પછી આઠ ચિતાઓ આપણા દેશની ધરતી પર પાછા ફર્યા છે. અમારા મહેમાનો આફ્રિકાથી આવ્યા છે, આ મહેમાનોના માનમાં, ચાલો આપણે સૌ તેમનું સ્વાગત કરીએ.'
Advertisement
Tags :
Advertisement

.