ગુજરાતની સફળમાં સફળ વ્યક્તિ પણ સેવામાં માને છે: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે નવસારીના ચિખલીમાં આજે 400 કરોડના ખર્ચે નિર્મિત નીરાલી હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યુ હતુ. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશની સુખાકારી, મેડિકલ શિક્ષણ અને સરકારી યોજનાઓની સફળતા વિશે વાત કરતાં જણાવ્યું કે, ગરીબોના સશક્તિકરણ, તેમની ચિંતા ઓછી કરવા, સેવા સુલભ બનાવવુ જરૂરી છે. ગત 8 વર્ષમાં અમે આ દિશામાં સરકારે ભગીરથ કામ કર્યું છે. પોષણ, જીવનશૈલી, પ્રિ
Advertisement
વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે નવસારીના ચિખલીમાં આજે 400 કરોડના ખર્ચે નિર્મિત નીરાલી હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યુ હતુ. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશની સુખાકારી, મેડિકલ શિક્ષણ અને સરકારી યોજનાઓની સફળતા વિશે વાત કરતાં જણાવ્યું કે, ગરીબોના સશક્તિકરણ, તેમની ચિંતા ઓછી કરવા, સેવા સુલભ બનાવવુ જરૂરી છે. ગત 8 વર્ષમાં અમે આ દિશામાં સરકારે ભગીરથ કામ કર્યું છે. પોષણ, જીવનશૈલી, પ્રિવેન્ટીવ હેલ્થ સાથે જોડાયેલ વિષયો પર અમે જોર આપ્યુ છે. તમામ સરકારી યોજના થકી જન સુખકારી વધારવીએ સરકારનો સંકલ્પ છે. સરકારે દેશમાં આજે વિધવા ત્યક્તા બહેનોના ખાતામાં કરોડો રૂપિયા જમા કર્યા છે. જેનાથી તેઓ સારી જીંદગી જીવી રહ્યાં છે.
ગુજરાતમાં પહેલાં મેડિકલની 1100 સીટો હતી જે હાલમાં 6000 સુધી પહોંચી છે. તમામ લોકોને સારી આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે આજે સરકાર અગ્રેસર છે. સ્વાસ્થ્ય અને સેવા અહીંના લોકોના સ્વભાવમાં છે ગુજરાતની સફળમાં સફળ વ્યક્તિ પણ સેવામાં માને છે. સ્વાસ્થ્ય, શિક્ષા, ધંધા વ્યવસાય દરેક ક્ષેત્રમાં સબકા સાથ, સબકા વિકાસ સબકા પ્રયાસથી જ દેશ આગળ વધી શકે. સમાજના દરેક વ્યક્તિને જોડવાનો સરકારનો પ્રયાસ છે
આજે અહીં ,400 કરોડના ખર્ચે નિરાલી હોસ્પિટનું ઉદ્ધાટન કરતાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે, આયુષ્યમાન કાર્ડ દ્રારા દેશના તમામ લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનું લક્ષ્ય સરકારનું છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે નવી સુવિધા આજથી મળશે. ત્રણ વર્ષ પહેલા અહી કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ મેં થયો હતો. દાતા ટ્રસ્ટ અને તેમના પરિવારનો આભાર માનુ છું કે, આ હોસ્પિટલને આ રુપમાં જોઉ છુ તે આ માસૂમ નિરાલી માટે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. જેને આપણે ગુમાવી હતી. એ.એમ નાયક અને તેમનો પરિવાર જે દુખમાંથી પસાર થયું , તેવો સમય બાકી પરિવારને ન જોવો પડે તે સંકલ્પ આ પ્રોજેક્ટમાં ઝળકે છે.
સાથે જ વડા પ્રધાને ઉમેર્યું કે, અનિલભાઈએ પિતૃઋણ, ગામનું તથા માતૃભૂમિનું ઋણ અદા કર્યુ છે. દક્ષિણ ગુજરાતના લોકોને આ હોસ્પિટલથી ઘણી મદદ મળશે. આ હોસ્પિટલ હાઈવે પાસે છે, જેથી અકસ્માત થાય તો અહી જિંદગી બચાવવાની સુવિધા પણ હવે નજીકમાં હોવાથી લોકોને સારી સુવિધા મળી શકેશે.