Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઘર ચલાવવા માટેના પૈસા પણ, આ 'સીધા-સાદા લાલચુ સાસરિયા' આ રીતે વહુ પાસે ઉઘરાવતા

વસ્ત્રાપુરમાં બિલ્ડર પરિવારે પુત્રવધૂનું સ્ત્રીધન છીનવી લઇને તેની હત્યાનો પ્રયાસ કરતા ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે.12 વર્ષના લગ્ર જીવનમાં અત્યાચારી પતિએ અને લાલચુ સસરિયાઓએ પરિણીતાનું જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું હતું.જાણીતા બિલ્ડરની પુત્રી ગોપી પટેલે પતિ વિરેન્દ્ર પટેલ, સસરા ગીરીશ અને સાસુ નિલાબહેન સામે હત્યાનો પ્રયાસ, મારામારી, છેતરપિંડી અને કાàª
ઘર ચલાવવા માટેના પૈસા પણ  આ  સીધા સાદા લાલચુ સાસરિયા  આ રીતે વહુ પાસે ઉઘરાવતા
Advertisement
વસ્ત્રાપુરમાં બિલ્ડર પરિવારે પુત્રવધૂનું સ્ત્રીધન છીનવી લઇને તેની હત્યાનો પ્રયાસ કરતા ફરિયાદ નોંધાઇ છે. પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે.
12 વર્ષના લગ્ર જીવનમાં અત્યાચારી પતિએ અને લાલચુ સસરિયાઓએ પરિણીતાનું જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું હતું.
જાણીતા બિલ્ડરની પુત્રી ગોપી પટેલે પતિ વિરેન્દ્ર પટેલ, સસરા ગીરીશ અને સાસુ નિલાબહેન સામે હત્યાનો પ્રયાસ, મારામારી, છેતરપિંડી અને કાવતરું ઘડવાની કલમો હેઠળ ગુનો નોંઘતા જ પતિ અને સસરાની ધરપકડ કરવામાં આવી છે. 
ઘટનાની વિગતવાર વાત કરીએ તો...
  • લગ્ર જીવનના 12 વર્ષ દરમિયાન પતિ વિરેન્દ્ર દ્ધારા પત્ની ગોપીને શારીરિક-માનિસક ત્રાસ આપી અત્યાચાર ગુજારતો હતો. 
  • પત્ની ગોપીને અવાર નવાર રૂમમાં પુરી દેવી અને માર મારતો હતો.
  • જે પૈસાની લાલચમાં પતિએ પત્નીનુ સ્ત્રીધન પણ છીનવી લીઘુ હતુ.
  • પત્ની ગોપીને પોતાના બિલ્ડર પિતા પાસેથી પૈસાની ઉઘરાણી કરાવતો હતો જેમાં નવો ઘંઘો શરૂ કરવાના બહાને વિરેન્દ્રએ આશરે 3 કરોડ જેટલી રકમ મેળવી લઇને પરત ન કરી હેરાન કરતો હતો.
Image preview
એટલું જ નહિ છેલ્લા એક વર્ષથી ગોપી પટેલ તેના પિતાના ઘરે રહે છે, પરંતુ અચાનક 13 જૂલાઇના રોજ પતિ વિરેન્દ્ર પત્ની ગોપીને મળવા માટે ઘરે પહોંચી ગયો અને કશુંજ બોલ્યા વગર જ મારામારી કરીને પત્નીનુ ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને પત્નીએ વસ્ત્રાપુરુ પોલીસમાં ફરિયાદ કરતા પતિ અને સસરાની ધરપકડ કરવામાં આવી છે.
ભોગ બનનાર ગોપીબેનના પિતા શાંતિભાઇ પટેલ જાણીતા બિલ્ડર છે. અને કન્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. વર્ષ 2010માં ગોપીબેન અને વિરેન્દ્રના સમાજના રીતિ-રિવાજ મુજબ લગ્ર થયા હતા. ગોપીબેન અને તેમનો પરિવાર ચુસ્ત સ્વામીનારાયણ ધર્મ પાળતા હતા. જેને લઇ ડુંગળી-લસણ અને નોનવેજ નહીં ખાવાની બાંહેધરી લગ્ર પહેલા લીઘી હતી. પરંતુ લગ્ર બાદ પતિ વિરેન્દ્રએ પત્નીની મરજી વિરુદ્ધ શરાબ અને કબાબની મજા માણતો હોવાનું સામે આવ્યુ. જેને લઇ બંન્ને વચ્ચે ઝઘડો થતો હતો. તેવામાં વર્ષ 2018માં પતિ વિરેન્દ્ર હાઇપ્રોફાઇલ લાઇફસ્ટાઇલના સપના બતાવી ઓસ્ટ્રેલિયા લઇ ગયો હતો. જ્યાં પણ પત્નીને માનસિક ત્રાસ અને રૂમમાં પૂરી રાખી હેરાન કરતો હતો.
 પરંતુ પિતાની મદદથી ગોપી વર્ષ 2020માં ભારત આવી ગઇ હતી. જેથી ઉશરેકાઇ ગયેલા પતિએ બદલો લેવાના ઇરાદે ભારત આવીને પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો. ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે લગ્નના થોડાક મહિના પછી સાસુ-સસરાએ પત્નીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતુ. જોકે સાસુ નીલાબેન દ્ધારા ઘર ખર્ચના પૈસા પુત્રવધુ ગોપી પાસે માંગતા હતા કે- તારો બાપો બહુ મોટો બિલ્ડર છે, તો પૈસા લઇને આવવા.
Image preview
જેથી શરૂઆતમાં ગોપીબેન પિતા પાસેથી પૈસા લઇને ઘર ચલાવતી હતી. આવી જ રીતે લાલચું સાસરિયાઓ દ્ધારા પૈસાની માંગ વધતી ગઇ.. અને દર વર્ષે પૈસાની માંગણીઓ કરતા હતા. જો કે ગોપીબેનના પિતા પાસેથી આમ કરીને આશરે 3 કરોડ રૂપિયા લાલચું સાસરિયાઓને આપ્યા હતા. જે એક પણ પૈસા પરત કર્યા નથી.
પોલીસ ગિરફતમાં આવેલ પતિ વિરેન્દ્ર પટેલ સાઇકો હોવાનું પોલીસને લાગી રહ્યું છે. ત્યારે સુખી લગ્ર જીવનના સપના જોઇને સાસરીયે જનાર ગોપીબેનને માત્ર માનસિક ત્રાસ અને છેતરપિંડી મળ્યા. લાલચું સાસરિયાઓને સજા મળે તે માટે યુવતીએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે. હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરીને સમગ્ર આક્ષેપની તપાસ શરૂ કરી છે.
Tags :
Advertisement

.

×