Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિરાટ કોહલીનું ફોર્મ ભલે ખરાબ હોય, અંદાજ આજે પણ છે જોરદાર, જુઓ વાયરલ Photo

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અને દર્શકોમાં કિંગ કોહલી તરીકે જાણીતા વિરાટ કોહલીનું ફોર્મ છેલ્લા ઘણા સમયથી ખરાબ ચાલી રહ્યું છે. તે સતત ખરાબ પ્રદર્શનના કારણે હવે ટીકાકારોના નીશાના પર છે. તેટલું જ નહીં હવે તો તેને ટીમમાંથી બહાર કાઢવાની ચર્ચાઓ થઇ રહી છે. જોકે, આ ચર્ચાઓ વચ્ચે વિરાટ કોહલીએ એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જે હવે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાàª
વિરાટ કોહલીનું ફોર્મ ભલે ખરાબ હોય  અંદાજ આજે પણ છે જોરદાર  જુઓ વાયરલ photo
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અને દર્શકોમાં કિંગ કોહલી તરીકે જાણીતા વિરાટ કોહલીનું ફોર્મ છેલ્લા ઘણા સમયથી ખરાબ ચાલી રહ્યું છે. તે સતત ખરાબ પ્રદર્શનના કારણે હવે ટીકાકારોના નીશાના પર છે. તેટલું જ નહીં હવે તો તેને ટીમમાંથી બહાર કાઢવાની ચર્ચાઓ થઇ રહી છે. જોકે, આ ચર્ચાઓ વચ્ચે વિરાટ કોહલીએ એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જે હવે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ફોર્મ છેલ્લા ઘણા સમયથી ખરાબ છે. જે કોહલીને લોકો કિંગ અને રન મશીન કહેતા હતા તે હવે તેને ટીમમાંથી બહાર કરવાની વાતો કરવા લાગ્યા છે. કોહલીએ તેની છેલ્લી સદી નવેમ્બર 2019માં ફટકારી હતી અને ત્યારથી તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડના વર્તમાન પ્રવાસમાં પણ વિરાટ કોહલી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ભારતીય T20 ટીમમાં તેના સ્થાનને લઈને સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. આટલા હંગામા વચ્ચે કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે વાયરલ થઈ છે. કોહલીએ ઈંગ્લેન્ડના પ્રવાસમાં અત્યાર સુધી 11, 20, 1, 11 અને 16 રન બનાવ્યા છે. ઘણા નિષ્ણાતોએ કોહલીને આરામ કરવાની સલાહ આપી દીધી છે અથવા તેની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને લેવાની સલાહ આપી છે. 
કોહલીએ એક શાનદાર પોસ્ટમાં આ દૃશ્ય પર પોતાનો દ્રષ્ટિકોણ આપ્યો છે. વિરાટ કોહલીએ પણ આ પોસ્ટ દ્વારા સકારાત્મક અને નકારાત્મક વલણને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. કોહલીએ એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં બે પાંખો છે અને તેની સાથે લખ્યું, 'શું થાય જો હું પડી જાઉં તો? ઓહ, પરંતુ મારી જાન, શું થશે જો તમે ઉડાન ભરો તો.'
Advertisement

કોહલીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. મહત્વનું છે કે, 2022માં વિરાટ કોહલીએ 18 ઇનિંગ્સમાં 25.50ની એવરેજથી 459 રન બનાવ્યા છે, જેમાં તેનો બેસ્ટ સ્કોર 79 રન છે. છેલ્લી વખત કોહલીએ નવેમ્બર 2019માં સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડના વર્તમાન પ્રવાસમાં પણ કોહલી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેના બેટમાંથી એક પણ અડધી સદી નથી નીકળી. ભારતીય ટીમ રવિવારે ઈંગ્લેન્ડ સામે ત્રીજી વનડે રમશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે કોહલી તેના ખરાબ ફોર્મને પાછળ છોડી દે છે કે કેમ.
Tags :
Advertisement

.