Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રિટાયર્ડ થયા બાદ પણ ચિત્તા જેવી સ્ફૂર્તિ છે આ ખેલાડીમાં, જુઓ આ અદ્ભુત Catch

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈના (Suresh Raina) માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક છે. વર્ષ 2020મા મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)ને અલવિદા કહેનાર રૈનાએ હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 28 સપ્ટેમ્બરે રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)મા ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી રમતી વખતે મિસ્ટર à
રિટાયર્ડ થયા બાદ પણ ચિત્તા જેવી સ્ફૂર્તિ છે આ ખેલાડીમાં  જુઓ આ અદ્ભુત catch
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈના (Suresh Raina) માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંથી એક છે. વર્ષ 2020મા મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)ને અલવિદા કહેનાર રૈનાએ હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 28 સપ્ટેમ્બરે રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)મા ઈન્ડિયા લિજેન્ડ્સ તરફથી રમતી વખતે મિસ્ટર આઈપીએલ (IPL) તરીકે જાણીતા રૈનાએ ફરી એકવાર બતાવ્યું છે કે તેને કેમ વર્લ્ડનો બેસ્ટ ફિલ્ડર કહેવાય છે.
દર્શકોના મોઢેથી નીકળ્યો એક જ શબ્દ 'વાહ શું કેચ' છે
સુરેશ રૈના (Suresh Raina) ભલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત (Retired) થઈ ગયો હોય, પરંતુ તેની પાસે હજુ પણ ચિત્તા જેવી ફૂર્તિ છે. 35 વર્ષીય રૈનાએ 28 સપ્ટેમ્બરે એવો કેચ પકડ્યો, જેને જોઇ દર્શકો પણ ચોંકી ગયા હતા અને તેમના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો... 'વાહ શું કેચ' છે. સુરેશ રૈના તેની વિસ્ફોટક બેટિંગ તેમજ સ્પિન બોલિંગ માટે પ્રખ્યાત રહ્યો છે આ સાથે તે વર્લ્ડ ક્લાસ ફિલ્ડર પણ રહ્યો છે. તેણે પોતાની ફિલ્ડિંગથી હંમેશા બધાનું દિલ જીત્યું છે અને આવું જ કંઈક ફરી એકવાર જોવા મળ્યું છે. બુધવારે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ (Road Safety World Series)ની પ્રથમ સેમિફાઇનલ દરમિયાન તેણે આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો અને તેના કેચનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 
સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ આ વિડીયો
શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા લિજેન્ડ્સ અને ઓસ્ટ્રેલિયા લિજેન્ડ્સ વચ્ચે મેચ રમાઈ હતી. વરસાદને કારણે ભલે મેચ પૂર્ણ થઈ શકી ન હોતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન દર્શકોને એક એવી ક્ષણ જોવા મળી જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. આ ઈનિંગની લગભગ 16મી ઓવર હતી. અભિમન્યુ મિથુન બોલિંગ કરી રહ્યો હતો અને તેણે બેન ડંકને ફુલ ટોસ બોલ ફેંક્યો. બોલ બેટ્સમેનથી દૂર હતો અને તેણે પોઈન્ટ સાઈડ પર શોટ રમ્યો જ્યા સુરેશ રૈના હાજર હતો. બોલ તેનાથી થોડો દૂર હતો પરંતુ રૈનાએ તેની ડાબી બાજુએ હવામાં ઉડતા બોલ પકડ્યો હતો. આ કેચ બાદ તમામ ખેલાડીઓએ તેને ગળે લગાવ્યો હતો. કેચ લીધા બાદ એવું લાગી રહ્યું હતું કે તેની આંગળીમાં ઈજા થઈ છે પરંતુ હજુ સુધી આવી માહિતી સામે આવી નથી.
એ જ ડાઇવ, એ જ હવામાં કૂદકો અને એ જ ઉજવણી
રૈનાની ફિલ્ડિંગ જોઈને IPL ફ્રેન્ચાઈઝી અને તેની જૂની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને વિડીયો શેર કરતી વખતે તેણે આ જૂના ખેલાડીની પ્રશંસા પણ કરી હતી. CSKએ રૈનાના આ કેચનો એક વિડીયો અને તેની તસવીર શેર કરી અને લખ્યું, "એ જ ડાઇવ, એ જ હવામાં કૂદકો અને એ જ ઉજવણી, તે જ જુનો ચિન્ના થાલા શૈલી. ફરી જુઓ અને ખોવાઈ જાઓ." 
Advertisement

ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈના હાલમાં ઈન્ડિયા લેજેન્ડ્સનો ભાગ છે, જેની કમાન સચિન તેંડુલકરના હાથમાં છે. સચિનની કપ્તાનીમાં ઈન્ડિયા લિજેન્ડ્સની ટીમ સતત બીજી વખત રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનો ખિતાબ જીતવાનો પ્રયાસ કરી રહી છે. તે ટાઈટલ જીતવાથી માત્ર બે જીત દૂર છે. સેમિફાઇનલમાં તેમનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે અને અહીં જીત્યા બાદ તે સતત બીજી વખત ફાઇનલમાં પહોંચશે.
Tags :
Advertisement

.