Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરની સ્થાપના

આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTMની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે તથા પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેન્ટરનો શિલાન્યાસ કરશે. કેન્દ્રની પ્રવૃત્તિઓ માટે ટાસ્ક ફોર્સઆ કેન્દ્રની સà
જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીન સેન્ટરની સ્થાપના
આયુષ મંત્રાલય હેઠળ જામનગરમાં WHO GCTMની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે તથા પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સેન્ટરનો શિલાન્યાસ કરશે. 
કેન્દ્રની પ્રવૃત્તિઓ માટે ટાસ્ક ફોર્સ
આ કેન્દ્રની સ્થાપના માટે પ્રવૃત્તિઓના સંકલન, અમલ અને દેખરેખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ (JTF)ની રચના પણ કરવામાં આવી છે. JTFમાં ભારત સરકાર, ભારતનું કાયમી મિશન, જીનીવા અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ પરિપેક્ષ્યમાં, ITRA, જામનગર ખાતે એક વચગાળાનાં કાર્યાલયની સ્થાપના કરવામાં આવી રહી છે જેથી ઓળખાયેલી તકનીકી પ્રવૃત્તિઓ અને સંપૂર્ણ રીતે કાર્યરત WHO GCTMનું આયોજન કરવામાં આવે. પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થશે. 
પરંપરાગત દવા આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલિનો મુખ્ય આધારસ્તંભ 
ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીન પરંપરાગત દવા આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલિનો મુખ્ય આધારસ્તંભ છે અને સારા સ્વાસ્થ્ય અને સુખાકારી જાળવવામાં નિર્ણાયક ભુમિકા ભજવે છે. વિશ્વ 2030માં વિકાસ લક્ષ્યો માટે દસ વિષયનાં સીમાચિહ્નની નજીક છે ત્યારે સલામત અને અસરકારક પરંપરાગત દવા એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. ડબ્લયુએચઓ-જીસીટીએમ સંબંધિત દેશોમાં પરંપરાગત દવાને નિયમન, એકીકૃત અને વધુ સ્થાન આપવામાં દેશો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારોને ઓળખશે. 
ગ્લોબલ સેન્ટરના અનેક લાભ 
WHO GCTMના લાભો જોઇએ તો સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન ઉપરાંત પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ,પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મૂલયાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા વિકસાવવા. હાલની TM ડેટા બેંકો, વર્ચ્યુઅલ લાઇબ્રેરીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સહયોગથી WHO TM ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની કલ્પના તથા ઉદેશ્યોની સુસંગતતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા અને કેમ્પસમાં તાલીમ કાર્યક્રમો યોજવા અથવા વેબ-આધારિત અને WHO એકેડેમી અને અન્ય વ્યૂહાત્મક ભાગીદારો સાથે ભાગીદારી વગેરેનો સમાવેશ થાય છે. 
ગ્લોબલ સેન્ટર વિવિધ મુદ્દે કામ કરશે
 WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. આયુષ મંત્રાલયે WHO સાથે આયુવેદ અને યુનાની પ્રણાલિની તાલીમ અને પ્રેક્ટિસ પર બેન્ચમાર્ક દસ્તાવેજો વિકસાવવા, રોગોનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ-11ના પરંપરાગત દવા પ્રકરણમાં બીજું મોડયુલ રજૂ કરવા, એમ-યોગા જેવી એપ્લિકેશનો વિકસાવવા સહિત ઘણા મોરચે સહયોગ કર્યો છે અને ઈન્ટરનેશનલ ફાર્માકોપિયા ઑફ હર્બલ મેડિસિન (આઈપીએચએમ) અને અન્ય સંશોધન અભ્યાસો વગેરેના કામને સમર્થન આપ્યું છે. WHO સાથે મળીને આગામી WHO- GCTM અને અન્દ્ય વિવિધ પહેલો ભારતને સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાને સ્થાન આપવામાં મદદ કરશે. 
Advertisement
Tags :
Advertisement

.