ગાંધીનગરમાં કોરોનાની એન્ટ્રી,કોર્પોરેશનમાં 3 કર્મચારી કોરોના પોઝિટીવ, ચેતજો
ગાંધીનગર મહાપાલિકામાં કોરોનાની એન્ટ્રી3 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાવિદેશથી આવેલી મહિલા કર્મી કોરોનાગ્રસ્તચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. જો કે, હવે ધીરે ધીરે કોરોના કેસો વધી રહ્યું તેવું પણ જણાઈ રહ્યું છે, ગાંધીનગર મહાપાલિકામાં ફરી કોરોનાએ દેહશત આપી છે. મહાપાલિકાની ત્રણ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગાંધીનગર મહાપાલિકામાં 3 કર્મચારીà
06:18 PM Dec 26, 2022 IST
|
Vipul Pandya
- ગાંધીનગર મહાપાલિકામાં કોરોનાની એન્ટ્રી
- 3 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા
- વિદેશથી આવેલી મહિલા કર્મી કોરોનાગ્રસ્ત
ચીનમાં કોરોના કહેરને લઈ ભારત સરકાર પણ એક્શનમાં છે. જો કે, હવે ધીરે ધીરે કોરોના કેસો વધી રહ્યું તેવું પણ જણાઈ રહ્યું છે, ગાંધીનગર મહાપાલિકામાં ફરી કોરોનાએ દેહશત આપી છે. મહાપાલિકાની ત્રણ કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ગાંધીનગર મહાપાલિકામાં 3 કર્મચારીઓને કોરોના
ગાંધીનગર મહાપાલિકામાં 3 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જાણવા મળ્યું છે વિદેશથી એક મહિલા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો ત્યારબાદ અન્ય કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતાં. ત્રણેય કોરોનાગ્રસ્ત કર્મચારીઓ હોમ ક્વોરેન્ટાઈન થયા છે. વિદેશથી આવેલા દર્દીના સેમ્પલનું જીનોમ સિકવન્સિંગ થશે.
અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માંગ
અમદાવાદમાં પણ કોરોના વાયરસના સંભવિત લહેરને લઈ હવે શિક્ષક મંડળ પણ હરકતમાં આવ્યું છે. વિગતો મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરાઇ છે. આ સાથે કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાનું પણ કહ્યું છે. શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે સ્કૂલોમાં કોરોના આવે તે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. આ સાથે કોરોનાની દહેશત વધતા અમદાવાદની સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓ કરવા માગ કરી છે. મનોજ પટેલે કહ્યું હતું કે, કોરોના આવે તે પહેલા સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોઇ 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ.
રાજકોટ સિવિલમાં 100 બેડ પણ તૈયાર કરી દેવાયા
સિવિલમાં સંભવિત કોરોનાની દહેશત વચ્ચે કલેક્ટર તૈયારીઓનું નિરીક્ષણ કરશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 100 બેડ પણ તૈયાર કરી દેવાયા છે. તદુપરાંત દવાનો જથ્થો તેમજ ઓક્સિજન સહીતની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરાશે.
Next Article