ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શુકલતીર્થના જાત્રામાં ચોથા દિવસે મનોરંજનની મજાને મંજૂરી

ભરૂચના શુકલતીર્થ મેળામાં સોમવારે ચોથા દિવસે મનોરંજનની ચકડોળો ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી થતા ફરતી થઈ છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ સંચાલકને આર્થિક નુકસાન માંથી ઉગારવા તંત્ર દ્વારા મેળાની મુદ્દત એક દિવસ માટે વધારી દેવામાં આવી છે. જેને લઈ લોકો પણ મેળો અને તેમાં ચકડોળોની મજા માણવા આંનદીત થઈ ઉઠ્યા છેમોરબીની ઘટના બાદ ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર કોરોના બાદ યોજાઈ રહેલી શુકલતી
02:02 PM Nov 07, 2022 IST | Vipul Pandya
ભરૂચના શુકલતીર્થ મેળામાં સોમવારે ચોથા દિવસે મનોરંજનની ચકડોળો ફિટનેસ સર્ટિફિકેટની કાર્યવાહી થતા ફરતી થઈ છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ સંચાલકને આર્થિક નુકસાન માંથી ઉગારવા તંત્ર દ્વારા મેળાની મુદ્દત એક દિવસ માટે વધારી દેવામાં આવી છે. જેને લઈ લોકો પણ મેળો અને તેમાં ચકડોળોની મજા માણવા આંનદીત થઈ ઉઠ્યા છે
મોરબીની ઘટના બાદ ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર કોરોના બાદ યોજાઈ રહેલી શુકલતીર્થની પાંચ દિવસની જાત્રામાં દુર્ઘટના ન સર્જાઈ તે માટે વધુ સતેજ બન્યું હતું. મનોરંજન માટે ચકડોળોનું આયોજન કરી 28 લાખનું રોકાણ કરનાર સંચાલક ગુરુદત્ત ચૌહાણને ફિટનેસ ઈન્સ્પેકશન માટે ભરૂચ માર્ગ અને મકાન વિભાગ પાસે મિકેનિકલ એન્જીનીયર જ નહીં હોવાથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું ન હતું.
માર્ગ અને મકાન વિભાગમાં અરજી બાદ તેને વડોદરા કચેરીએ મોકલાઈ હતી. જોકે વડોદરા ખાતેથી પણ ઈન્સ્પેકશન માટે મિકેનિકલ ઇજનેરને નહિ મોકલતા બીજી તરફ મેળો શરૂ પણ થઈ ગયો હતો. માર્ગ અને મકાન વિભાગ, કલેકટર કચેરી સહિત તંત્રમાં દોડધામ બાદ મનોરંજન માટે ચકડોળો લગાવનાર અયોજકની મહેનત સોમવારે મેળાના ચોથા દિવસે ફળી હતી.
જોકે ચાર દિવસમાં હજારો લોકોએ મેળો મહાલી લીધો હતો. રવિવારે તો મેળામાં રાતે બે વાગ્યાં સુધી હજારોની મેદની છલકાઈ હતી. ઝાડેશ્વરથી શુકલતીર્થ સુધી 15 કિલોમીટર સુધી માર્ગ ઉપર ચક્કજામના દ્રશ્યો સર્જાયા હતા. 
દરમિયાન તમામ જોઈ રાઈડ્સનું ઈન્સ્પેકશન થઈ ફિટનેસ સર્ટિ મળતા આજથી મેળામાં ચકડોળો શરૂ થઈ ગઈ છે. આયોજકને નુકશાન ન થાય અને લોકોને પણ ચકડોળોની મજા માણવા મળી શકે તે માટે મેળાની મુદત એક દિવસ વધારી દેવામાં આવી છે.
આપણ વાંચો_રાજ્યના આ વિસ્તારમાં માત્ર એક જ વ્યક્તિ કરશે મતદાન, તંત્રએ શરૂ કરી તૈયારીઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
entertainmentFourthDayGujaratFirstJatraShuklatirtha
Next Article