Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈંગ્લેન્ડે ટોસ જીતી ટીમ ઈન્ડિયાને બેટિંગનું આપ્યું આમંત્રણ

કોરોનાના કારણે એક વર્ષ પહેલા જે ટેસ્ટ મેચ પૂર્ણ થઇ શકી નહોતી તેને પૂર્ણ કરવા માટે ભારત અને ઈંગ્લેન્ડની ટીમો આજે એજબેસ્ટન (બર્મિંગહામ)માં આમને-સામને જોવા મળશે. આ ટેસ્ટ સિરીઝમાં જ્યારે ટીમ ઈન્ડિયા 2-1થી આગળ હતી ત્યારે કોવિડને કારણે સિરીઝ રોકવી પડી હતી અને પાંચમી ટેસ્ટ અધૂરી રહી હતી. હવે પાંચમી ટેસ્ટ મેચ રમાશે અને સિરીઝ કોણ જીતે છે તે નક્કી થશે.  પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેનà«
ઈંગ્લેન્ડે ટોસ જીતી ટીમ ઈન્ડિયાને બેટિંગનું આપ્યું આમંત્રણ
કોરોનાના કારણે એક વર્ષ પહેલા જે ટેસ્ટ મેચ પૂર્ણ થઇ શકી નહોતી તેને પૂર્ણ કરવા માટે ભારત અને ઈંગ્લેન્ડની ટીમો આજે એજબેસ્ટન (બર્મિંગહામ)માં આમને-સામને જોવા મળશે. આ ટેસ્ટ સિરીઝમાં જ્યારે ટીમ ઈન્ડિયા 2-1થી આગળ હતી ત્યારે કોવિડને કારણે સિરીઝ રોકવી પડી હતી અને પાંચમી ટેસ્ટ અધૂરી રહી હતી. હવે પાંચમી ટેસ્ટ મેચ રમાશે અને સિરીઝ કોણ જીતે છે તે નક્કી થશે. 
Advertisement

પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય છે. એટલે કે ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ આ મેચમાં તેના નિયમિત કેપ્ટન રોહિત શર્મા વિના મેદાનમાં ઉતરશે જે કોરોનાથી પીડિત થયા બાદ આરામ કરી રહ્યો છે. તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે. ટીમમાં વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાની હાજરી તાકાત દર્શાવે છે, આ બંને દિગ્ગજો કેવી રીતે રમે છે તે જોવું રહ્યું.
ભારતીય ક્રિકેટ ટીમ આ ટેસ્ટ મેચમાં પ્રથમ વખત જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં મેદાનમાં ઉતરવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન રોહિત શર્મા કોવિડના કારણે આ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે. BCCI અને ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલી પર બોજ નાખવાને બદલે જસપ્રિત બુમરાહ સાથે કેપ્ટનશિપનો પ્રયોગ કરવાનો નિર્ણય લીધો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે જસપ્રિત બુમરાહ અને કોચ રાહુલ દ્રવિડની જોડી આ મેચમાં શું કમાલ બતાવે છે અને ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં સિરીઝ જીતી શકે છે કે કેમ.
ટીમ ઈન્ડિયા 
જસપ્રિત બુમરાહ(c), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમાન વિહારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત(wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શામી, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડ
એલેક્સ લીસ, જાક ક્રાઉલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ(c), સેમ બિલિંગ્સ, મેથ્યુ પોટ્સ, સ્ટુએર્ટ બ્રોડ, જેક લીચ, જેમ્સ એન્ડરસન.
Advertisement

Tags :
Advertisement

.