Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નેધરલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ ટીમે રચ્યો ઈતિહાસ, બનાવ્યા એટલા રન કે તોડી નાખ્યા તમામ રેકોર્ડ

ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડેમાં ઈંગ્લિશ ટીમે ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ વનડેમાં ઈંગ્લિશ બેટ્સમેનોએ એવી તોફાની ઈનિંગ્સ રમી કે એક પછી એક રેકોર્ડ તૂટતા ગયા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 498 રન બનાવીને વન-ડે ઈન્ટરનેશનલની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જોકે જે રીતે ઈંગ્લેન્ડના બેટ્સમેન બેટિંગ કરી રહ્યા હતા તે જોતા 500 રનનો સà«
06:50 AM Jun 18, 2022 IST | Vipul Pandya
ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડેમાં ઈંગ્લિશ ટીમે ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ વનડેમાં ઈંગ્લિશ બેટ્સમેનોએ એવી તોફાની ઈનિંગ્સ રમી કે એક પછી એક રેકોર્ડ તૂટતા ગયા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 498 રન બનાવીને વન-ડે ઈન્ટરનેશનલની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જોકે જે રીતે ઈંગ્લેન્ડના બેટ્સમેન બેટિંગ કરી રહ્યા હતા તે જોતા 500 રનનો સ્કોર બનવાની સંભાવનાઓ વધારે હતી. 
ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમે ODI ક્રિકેટ ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. જીહા, ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ 11 મહિના પછી તેની પ્રથમ ODI મેચ રમવા માટે ઉતરી અને તેની સાથે જ એક નહીં પરંતુ અનેક રેકોર્ડ તોડ્યા. નેધરલેન્ડ સામેની પ્રથમ મેચમાં આ ટીમે ODI ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર બનાવવાની સાથે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી. 

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 498 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટના ODI ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે તેના ત્રણ ખેલાડીઓએ એક જ ઇનિંગમાં સદી ફટકારી હોય. ઈંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટ (122), ડેવિડ મલાન (125) અને જોસ બટલર (162*) સદી ફટકારી હતી. 
આ પરાક્રમ આ પહેલા બે વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થયું હતું અને બંને વખત દક્ષિણ આફ્રિકાએ આ રેકોર્ડ બનાવ્યો હતો. ઈંગ્લેન્ડે પોતાનો જૂનો રેકોર્ડ તોડીને ODI ઈતિહાસમાં સૌથી વધુ ટીમ સ્કોર બનાવ્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમે 2018માં ઓસ્ટ્રેલિયા સામે 481/6 અને 2016માં પાકિસ્તાન સામે 444/3 રન બનાવ્યા હતા. પરંતુ આ વખતે તેણે નેધરલેન્ડ સામે 498/4નો સ્કોર કર્યો હતો. જોકે, એક સમય એવો પણ હતો કે લાગી રહ્યું હતું કે, ટીમ 500ના આંકડાને ટચ કરી લેશે પરંતુ તેમ ન થઇ શક્યું.

ઈંગ્લેન્ડ પછી શ્રીલંકાનો નંબર આવે છે, જે વનડેમાં ચોથા નંબરે સૌથી વધુ સ્કોર ધરાવે છે. શ્રીલંકાએ 2006માં નેધરલેન્ડ સામે 9 વિકેટે 443 રન બનાવીને આ સ્કોર બનાવ્યો હતો. આ પછી દક્ષિણ આફ્રિકા પાંચમા નંબર પર છે જેણે 2015માં જોહાનિસબર્ગમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2 વિકેટે 439 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો - ભારતે દક્ષિણ આફ્રિકાને 82 રને હરાવ્યું, શ્રેણી 2-2 થી બરાબર કરી
Tags :
CenturyCricketEnglandEnglandmadeHistoryEnglandWonGujaratFirstMostRuninODINEDvsENGNetherlandrecordSports
Next Article