ભારત સામે ઈંગ્લેન્ડે 152 રનનુ લક્ષ્ય રાખ્યુ, બ્રન્ટની અડધી સદી, રેણુકા સિંહને 5 વિકેટ
બ્રન્ટની અડધી સદી, જોન્સ આક્રમક
રેણુકા સિંહે ઈંગ્લીશ ટીમની શરુઆત ખરાબ કરી દીધી હતી. રેણુકા સિંહે બંને ઓપનરોને એક બાદ એક પેવેલિયનનો રસ્તો દેખાડી દીધો હતો. ટોચના ત્રણેય ઈંગ્લીશ બેટરોનો રેણુકાએ શિકાર કર્યો હતો. ભારતને પ્રથમ સફળતા 1 રનના સ્કોર પર જ મળી હતી. ડેનિયલ વ્હોટ્ના રુપમાં ઈંગ્લેન્ડે પ્રથમ વિકેટ ગુમાવી હતી. વ્હોટ ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ત્રીજા ક્રમે આવેલી એલિસ કેપ્સીના રુપમાં ભારતને બીજી વિકેટ રેણુકાએ અપાવી હતી. કેપ્સિને ક્લીન બોલ્ડ કરી દીધી હતી. તેણે 6 બોલનો સામનો કરીને 3 રન નોંધાવ્યા હતા. ઓપનર ડંકલેની વિકેટ 29 રનના સ્કોર પર મળી હતી. ડંકલેએ 11 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા.
સુકાની હેથર શિખા પાંડેનો શિકાર થઈ હતી
બ્રન્ટે 42 બોલમાં 50 રન નોંધાવ્યા હતા. તેની અને સુકાની નાઈટની રમતે સ્થિતી સુધારી હતી. શરુઆત મુશ્કેલ બનવા બાદ બંનેની રમતે ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. જોકે સુકાની હેથર શિખા પાંડેનો શિકાર થઈ હતી. તે 23 બોલમાં 28 રન નોંધાવીને પરત ફરી હતી. એમી જોન્સે 27 બોલમાં 40 રન નોંધાવ્યા હતા. જોન્સે આક્રમક અંદાજમાં રમતા 2 છગ્ગા જમાવ્યા હતા. એકલસ્ટોને અણનમ 11 રન 8 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.
રેણુકાનો તરખાટ
જોકે બાદમાં રેણુકાનો સ્પેલ શરુઆતનો ખતમ થતા જ ઈંગ્લીશ ખેલાડીઓએ પોતાનો દમ દેખાડવાનો પ્રયાસ કરીને આક્રમક અંદાજ દર્શાવ્યો હતો. જોકે ડેથ ઓવરોમાં ફરી રેણુકાએ પોતાની તાકાત દર્શાવી હતી. રેણુંકાએ ઈંગ્લેન્ડની 7માંથી 5 વિકેટ પોતાના નામે કરી હતી. તેણે શરુઆતમાં ત્રણ શિકાર ઝડપ્યા બાદ અંતમાં વધુ બે વિકેટ અંતિમ ઓવરમાં ઝડપી હતી. શિખા પાંડે અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી
આપણ વાંચો-અક્ષર પટેલ અને અશ્વિને ઓસ્ટ્રેલિયાની આશાઓ પર ફેરવ્યુ પાણી, આ રીતે પલટાયો ખેલ